Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


► નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

► ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

► NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

► ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

► વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

► INSPIRE AWARDS DETAIL

► ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

► ધોરણ 10 પછી શું કરશો ?

► ધોરણ 12 પછી શું કરશો ?

► સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Wednesday, 3 October 2018

સ્વામિનારાયણ મંદિર (BAPS), સાળંગપુર

🎪 સ્વામિનારાયણ મંદિર (BAPS), સાળંગપુર 🎪
🎪 ધાર્મિક માહાત્મ્યઃ ભગવાન સ્વામિનારાયણે ઈસ 1820માં સાળંગપુર ખાતે 18 વચનામૃત આપ્યા હતા. સાળંગપુરમાં સ્વામિનારાયણ ભગવાન તેમની ઘોડી પર વિહાર કરવા આવતા હતા અહીં એક શિખરબંધ મંદિરની તેમણે પરિકલ્પના કરી હતી.
🎪 ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવ મંદિરની સ્થાપના કરી ત્યારબાદ બીએપીએસનું મંદિર 20મી સદીના આરંભકાળે શાસ્ત્રીજી મહારાજે નિર્મિત કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ આ મંદિરના કોઠારી રહ્યા હતા અને તેમણે અહીં જ સમાધી લીધી હતી.
🎪 ઐતિહાસિક માહાત્મ્યઃ ઈસ. 1910ની સાલમાં સાળંગપુરના હરિભક્તો ભીમા શેઠ, નાગજી શેઠ, રુખડ ખાચર, ઓઘડ ખાચર તથા અન્ય લોકોની વિનંતીથી શાસ્ત્રીજી મહારાજે અહીં અક્ષર-પુરુષોત્તમ મંદિર બાંધવાનો સંકલ્પ લીધો હતો. એ વખતે વડતાલ અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા વચ્ચેનો ઝગડો ચરમસીમાએ હતો. આથી સાળંગપુરમાં શાસ્ત્રીજી મહારાજનો ભારે વિરોધ થતો હતો.
🎪 આ તમામ વિપદાઓ વચ્ચે શાસ્ત્રીજી મહારાજે નાગસરના ભુદરભાઈ પટેલ તેમજ નડિયાદના ઝવેરીલાલ મહેતા, રામચંદ્ર ઠાકરના આર્થિક સહયોગથી સાળંગપુરમાં પીઠા ખાચરનું મકાન રૂ. 1400માં ખરીદ્યું. એ પછી લીમડી સ્ટેટના ઠાકોર સાહેબ દોલતસિંહજી જસવંતસિંહજીએ આપેલી જમીન પર 10 ઓક્ટોબર, 1911ના રોજ કોઈ પણ સમારોહ વિના ચૂપચાપ અક્ષર-પુરુષોત્તમ મહારાજના શિખરબંધ મંદિર માટે શિલાન્યાસ કરાયો હતો.
🎪 ગામમાં ભારે વિરોધ હતો. મંદિર નિર્માણના કામ માટે કોઈ મજૂર મળે નહીં. શાસ્ત્રીજી મહારાજે જાતે પાવડા વડે પાયા ખોદીને આ મંદિરનું નિર્માણ કર્યું હતું. મંદિરની ડિઝાઈન વઢવાણના ભગવાનજી સોમપુરા, લીલાધર સોમપુરા, વજેશંકર સોમપુરાએ બનાવેલી છે. જ્યારે કાષ્ઠકલાની તમામ ડિઝાઈન મૂળજીભાઈ મિસ્ત્રીની છે. એ ડિઝાઈનના આધારે ૮ મે, ૧૯૧૬ના દિવસે નિર્માણ કાર્ય પૂર્ણ થતાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
🎪 ભગવાન સ્વામિનારાયણે ઈસ 1820માં સાળંગપુર ખાતે 18 વચનામૃત આપ્યા હતા. 

🎪 અહીં પ્રમુખ સ્વામી મહારાજની સમાધી છે.

🎪 આકર્ષણ:- 
👉 શ્રી ભગવાન સ્વામિનારાયણ મંદિર, 
👉 શ્રી ગુણાતીતનંદ સ્વામી મંદિર, 
👉 શ્રી ગોપાળાનંદ સ્વામી મંદિર, 
👉 શ્રી વર્ણીનાથ મંદિર, શ્રી ગોપીનાથ દેવ મંદિર, 
👉 શ્રી ઘનશ્યામ મરાહાજની પ્રતિમાઓ,
👉 પૂ. પ્રમુખ સ્વામી મહારાજની સમાધિ,
👉 દર મહિનાની પૂનમ તથા અગિયારસે મહારાજશ્રીના દર્શનનો અનેરો મહિમા છે. તેમાં પણ કાર્તિકી પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે. 
🎪 આરતીનો સમય:- 
સવારે 6.00 મંગળા, સવારે 7.30 શણગાર, 11.15 રાજભોગ, સાંજે 7.00 સંધ્યા, રાત્રે 8.15 શયન  
🎪 દર્શનનો સમય:- 
સવારે 6:00થી બપોરે 12.00, બપોરે 3.30થી રાત્રે 8.30
ફોટોગ્રાફીઃ મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.
🎪 કેવી રીતે પહોંચવુંં:-  
👉 સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા ધંધુકા-બરવાળા થઈને, રાજકોટથી વાયા આટકોટ-જસદણ થઈને તેમજ વડોદરાથી વાયા વટામણ ચોકડી, ફેદરા થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
👉 રેલ માર્ગેઃ બોટાદ સૌથી નજીકનું રેલવે સ્ટેશન (12 કિ.મી.) છે. 
👉 હવાઈ માર્ગેઃ સૌથી નજીકનું એરપોર્ટ છે રાજકોટઃ 135 કિ.મી., અમદાવાદઃ 145 કિ.મી.
🎪 નજીકના મંદિરો:- 
(સાળંગપુરમાં) શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી કષ્ટભંજન દેવ મંદિર
1). શ્રી સ્વામિનારાયણ મંદિર, ગઢડા
2). શ્રી ઘેલા સોમનાથ મહાદેવ, ઘેલા સોમનાથ
3). શ્રી ડુંગરપુર હનુમાનજી, જસદણ
4). શ્રી અયોધ્યાપુરમ તીર્થ, વલ્લભીપુર
🎪 રહેવાની સુવિધાઃ‌‌‌-    
મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં કુલ 400થી વધુ રૂમની ઉતારાની વ્યવસ્થા છે. આમાં એસી રૂમ, નોન એસી (સામાન્ય તથા ડીલક્ષ) રૂમનો સમાવેશ થાય છે, જેનો ટોકન ચાર્જ લેવાય છે. 
🎪 ભોજનની સુવિધાઃ- 
દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિનામૂલ્યે જમવાની સુવિધા ઉપલબ્ધ છે. 
બુકિંગની સુવિધાઃ મંદિર ટ્રસ્ટમાં ફોન પર બુકિંગની માહિતી અપાય છે. જ્યારે અહીં ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર ભક્તને રૂમની સગવડ મળે છે. 
🎪 સરનામુઃ-
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, મુ. સાળંગપુર, તા. બરવાળા, જિ. બોટાદ - 382451 
🎪 વેબસાઈટ:-
http://www.baps.org/Global-Network/India/Sarangpur
🎪 ફોન:-      +91 9998995500,   9998995522

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.