Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો
Showing posts with label ચિત્ર પરિચય. Show all posts
Showing posts with label ચિત્ર પરિચય. Show all posts

Wednesday, 31 October 2018

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવાનો ખર્ચ

🔭 🇸 🇹 🇦 🇹 🇺 🇹 🇪   🇴 🇫   🇺 🇳 🇮 🇹 🇾 🔭
📅 આ દિવસે જાહેર જનતા માટે ખૂલ્લું મૂકાશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જાણી લો ટિકિટની કિંમત...
📅 31 ઓક્ટોબરના રોજ PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવાના છે. પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત તમે 31 ઓક્ટોબરથી નહીં લઈ શકો. રિપોર્ટ મુજબ 3 નવેમ્બરે સામાન્ય જનતા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ખૂલ્લું મૂકવામાં આવશે. જેના માટે ટિકિટનું ઓનલાઇન વેચાણ પણ ચાલુ થઇ ગયું છે.

💻સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે
👉 https://www.statueofunity.in/ અથવા
👉 https://www.soutickets.in/ પર
                               ઓનલાઇન બૂકિંગ કરાવી શકશો. ટિકિટના દરની વાત કરીએ તો એન્ટ્રી ફી 120 રૂપિયા રાખવામાં આવી છે. 3થી 15 વર્ષના બાળકો માટે ટિકિટ 60 રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય ઓબ્જર્વેશન ડેક વ્યૂથી શાનદાર નજારાનો આનંદ લેવો હોય તો તેના માટે 350 રૂપિયા ચૂકવવા પડશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 9થી 6 વાગ્યા સુધી મુલાકાત લઇ શકશો. 

📣 3000 કરોડના ખર્ચે 1000 મજૂરોની મહેનતથી બન્યા છે ફૌલાદી સરદાર, જાણો રસપ્રદ વાતો... 

📢 સરદાર વલ્લભ પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બની ગઈ છે અને તે દુનિયાના અજુબાઓમા સામેલ થવાની છે. PM મોદી 31 ઓક્ટોબરે તેનુ ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છે. પરંતુ, શું તમે જાણો છો, તેન બનવામા કેટલો સમય લાગ્યો અને તે કેવી રીતે તૈયાર થઈ છે. અહીં, અમે તમને આ વિશાળ પ્રતિમા સાથે સંકળાયેલી તમામ જાણકારી આપી રહ્યા છીએ. 
📣 સરદાર પટેલની 182 મીટર ઊંચી મૂર્તિ બનવામા આશરે 44 મહિનાનો સમય લાગ્યો છે. મૂર્તિ બનાવવા માટે 800 સ્થાનિક અને 200 ચીનથી આવેલા કારીગરોએ પણ કામ કર્યું.
📣 મૂર્તિના નિર્માણ માટે કેન્દ્રમા મોદી સરકાર બન્યા બાદ ઓક્ટોબર 2014મા લાર્સન એન્ડ ટૂબ્રો કંપનીને કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો હતો. માનવામા આવી રહ્યુ છે કે તેના નિર્માણ માટે આશરે 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે.
📣 આ કામને નક્કી કરવામા આવેલી સમય મર્યાદામા પૂર્ણ કરવા માટે 4076 મજૂરોએ બે શિફ્ટોમા કામ કર્યું. આ માટે થયેલા કુલ ખર્ચમા 2332 કરોડ રૂપિયા પ્રતિમાના નિર્માણ માટે અને 600 કરોડ રૂપિયા 15 વર્ષ સુધી તેની જાળવણી માટે છે.
📣 સરદાર સરોવર નર્મદા બંધ, હાઈવે અને હજારો કિલોમીટર નર્મદા નહેર બનાવનારા રાઠોડની દેખરેખમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક રેકોર્ડ સમયમા આશરે 44 મહિનામા બનીને તૈયાર થઈ ગઈ. જ્યારે અમેરિકાની સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણમા 5 વર્ષનો સમય લાગ્યો હતો.
📣 સરદાર પટેલની આ મૂર્તિમા 4 ધાતુઓનો ઉપયોગ કરવામા આવ્યો છે જેમા વર્ષો સુધી કાટ નહીં લાગશે. સ્ટેચ્યુમા 85 ટકા તાંબાનો ઉપયોગ કરવામા આવ્યો છે. સાથે જ 2 હજાર મેટ્રિક ટન કાંસુનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ ઉપરાંત, 5700 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 18500 મેટ્રિક ટન રિઈનફોર્સમેન્ટ પિત્તળનો ઉપયોગ કરવામા આવ્યો છે.
📣 આ મૂર્તિ 22500 મિલિયન ટન સિમેન્ટમાથી બની છે. આ મૂર્તિ જે પ્લેટફોર્મ પર ઊભી છે, ત્યાંથી તમે સરદાર ડેમનો સુંદર નજારો નિહાળ શકશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખૂણે-ખૂણાએથી લોખંડ મંગાવ્યુ હતુ, જેથી તે લોખંડ પટેલના સપનાને ફૌલાદી બનાવી દે. તેનો પાયો 2013મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૂક્યો હતો...

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Saturday, 6 October 2018

પવિત્રધામ નીલકંઠધામ મંદિર - પોઈચા

🎪 નીલકંઠધામ, પોઈચા 🎪
🎪 ધાર્મિક માહાત્મ્ય:-
ધાર્મિકતા સાથે સંસ્કાર અને પ્રાચીન વૈદીક પરંપરાઓની આજની યુવા પેઢીને અનુભુતી કરાવતુ મંદીર એટલે નીલકંઠધામ. શિખરબધ્ધ મંદીરમાં નિલકંઠવર્ણીન્દ્ર (ભગવાન સ્વામીનારાયણ)ની મુર્તી સાથે પ્રાચીન સંસ્ક્રુતીના દર્શન કરાવતુ અર્વાચીન મંદીર એટલે નિલકંઠ ધામ પોઇચા. આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતું. આ ભવ્ય મંદિર 2013માં બાંધવામાં આવ્યું છે, જે 24 એકરમાં પથરાયેલું છે. કલા કોતરણીથી આ મંદિર મનમોહક લાગે છે.

🎪 ઐતિહાસિક માહાત્મ્ય:- 
સ્વામીનારાયણ સંપ્રદાયના શાસ્ત્રીજી મહારાજ અને ધર્મજીવનદાસજી સ્વામીના પ્રયાસોથી આચાર્યશ્રી આનંદપ્રસાદજી મહારાજની વિશેષ ઉપસ્થિતીમાં સાડા ત્રણ કરોડ સ્વામીનારાયણ મંત્રજાપ તેમજ 21 દીવસનો મહોત્સવ અને મહાયજ્ઞ સાથે મંદિરની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થાનને પશ્ચિમનું પ્રયાગ પણ કહેવામા આવે છે. દિવાળી વેકેશન દરમિયાન દેશભરમાંથી 10 લાખ કરતાં વધારે લોકોએ પોઇચા મંદિરની મુલાકાત લીધી છે. આ ભવ્ય મંદિર 2013માં બાંધવામાં આવ્યું છે, જે 24 એકરમાં પથરાયેલું છે.

🎪 મંદિરના મુખ્ય આકર્ષણો:- 
મુખ્ય મંદિરમાં શેષનાગ સાથે વિષ્ણુ ભગવાન બીરાજમાન છે. તદુપરાંત ગણેશજી, હનુમાનજી, સપ્તર્ષિ, વિષ્ણુના અવતાર તથા અન્ય મંદિરો છે. મંદિરમાં ફુવારા છે, 108 ગૌમુખ છે. બાજુમાં સહજાનંદ યુનિવર્સ છે અહીં સ્વામીનારાયમ ભગવાનની 152 ફૂટ ઉંચી મૂર્તિ છે. નીલકંઠ હૃદય કમલ છે, રામાયણ, મહાભારતના પ્રસંગો, કૃષ્ણલીલા. 1100થી વધારે નાની મોટી મૂર્તિઓ. ભૂલભૂલૈયા, હોરર હાઉસ, એમ્યુઝમેન્ટ પાર્ક, ઇન્ફઓસીટી તથા સાયન્સ સેન્ટર, પ્લાવર લાઇટ અને સાઉન્ડ શો વગેરે છે. આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા.

🎪 આરતીનો સમય :- 
 સવારે 05:00 વાગ્યે.
સાંજે : 06:00 વાગ્યે.

🎪 દર્શનનો સમય:-
મંદિર દર્શન - સવારે 9:30 થી 8.00, 
અભિષેક દર્શન  સવારે- 5:30 થી 06:00,
લાઇટ શૉ દર્શન -  7:00 થી 10:00

🎪 કેવી રીતે પહોંચવું:-  
વડોદરાથી રાજપીપળાના રસ્તે વરોદરાથી આશરે 65 કિ.મી, દૂર નર્મદા નદીના કિનારે પોઇચા ગામમાં ભવ્ય સ્વામીનારાયણ મંદિર આવેલું છે. વરોદરાથી જવામાં ડોઢ કલાકનું સમય લાગે છે. અહીં સ્વામીનારાયમ ભગવાનની 152 ફૂટ ઉંચી મૂર્તિ છે. આ ઉપરાંત 1100થી વધારે નાની મોટી મૂર્તિઓ આવેલી છે.

🎪 નજીકના મંદિરો:-
1). નિલકંઠધામ અટલાદરા- 65 કિમી.
2). હરિધામ સોખડા-77 કિમી.
3). કુબેરેશ્વર મહાદેવ મંદિર, વડોદરા- 62 કિમી.

🎪 રહેવાની સુવિધા-: 
અહીં રહેવા જમવાની સુંદર વ્યવસ્થા છે. રહેવા માટે આ નંબર ઉપર કોલ કરીને (+91) 9925033499 રૂમ બૂક કરાવી શકો છો.

🎪 સરનામું:- 
શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ, નીલકંઠધામ પોઇચા, ગુજરાત
સંચાલન:  શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ 

🎪 ફોન નંબર:-  (+91) 9099621000.

Friday, 5 October 2018

ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)

🎪 ખોડિયાર મંદિર, ભાવનગર 🎪

શ્રી ખોડિયાર મંદિર, રાજપરા
ખોડિયાર મંદિર - રાજપરા ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૫ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટહાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યુ હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરનાં રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર (સતર) ભાવસિંહજીએ ચડાવ્યુ હતું. કહેવાય છેકે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.
🎪 ભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ માતાજી ચાલતા હતાં. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું. બસ ખલ્લાસ, આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર. રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમિટરનાં અંતરે આવેલ છે, પરંતું મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતાં દરેક માઇભકતો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે.

🎪 આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમું મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જયાં સમાયા તે સ્થાનક છે. આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે. અહીં આવવા ભાવનગરથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે. ખોડિયાર મંદિરની બાજુમાં જ તાંતણીયો ધરો નામનું તળાવ આવેલું છે થોડે દુર આવેલા રાજપરા બંધનું બાંધકામ ૧૯૩૦થી ૧૯૩પ દરમિયાન રૂ. ૩,૩૮,૦૪૫ ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું. ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉરચ કક્ષાના પથ્થરો મળી આવે છે. આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજય અને રાજય બહારથી પ્રવાસીઓ આવે છે. ભાવનગર, સિહોર, વરતેજ જેવાં સ્થળોએથી દર શનિવારની મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકોનો બહોળો સમુદાય ખોડિયાર મંદિર ભણી વહેતો હોય છે. અહીં મંદિરથી હાઈવે સુધી અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે. આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસ.ટી.ની સેવાથી જોડાયેલું છે.
🎪 ધાર્મિક માહાત્મ્ય:- 
ભાવનગરના મહારાજા વખતસિંહજી ગોહિલે 1748થી 1816 સુધી ભાવનગર રાજ્ય પર શાસન કર્યું હતું. તેઓ મા ખોડિયારના અનુયાયી હતા. તે પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાની સ્થાપના સિહોરમાં કરવા માટે ઈચ્છુક હતા.

🎪 મહારાજાએ પ્રાર્થના કરી મા ખોડિયારને પ્રસન્ન કર્યા. માતાજી પ્રસન્ન થઈને શરત રાખી હતી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછળ વળીને જોવાનું નહી. માતાની વાત માનીને મહારાજા આગળ આગળ ચાલતાં હતા. રાજધાની સિહોર પહોંચતા પહેલા મહારાજાના મનમાં શંકા થઈ કે મા ખોડિયાર પાછળ આવે છે કે નહીં? શંકા વધી જતાં નિરાકરણ માટે આખરે મહારાજાએ પાછું વળીને જોયું. એટલામાં જ તે જ સ્થળે માતાજી સમાઈ ગયાં (આ સ્થળ એટલે રાજપરા ગામ) અને આજે અહીં ખોડિયાર માતાજીનું મંદિર છે. અહીં ભાવનગરનો ગોહિલ વંશ કુળદેવી તરીકે મા ખોડિયારને પૂજે છે. જે સ્થળે માતાજી સમાઈ ગયાં (આ સ્થળ એટલે રાજપરા ગામ) અને આજે અહીં ખોડિયાર માતાજીનું મંદિર છે. 
🎪 નિર્માણ:- 
ખોડિયાર માતાજીનું સ્થાનક અહીં વખતસિંહજી ગોહિલ (1748-1816) વખતથી હતું. ત્યારે બાદ ભવ્ય મંદિરનું નિર્માણ 1911માં કરવામાં આવ્યું હતું. અહીં ભાવસિંહજીએ આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ચડાવ્યુ હતું. કહેવાય છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયાં હતાં. રાજપરા સ્થિત ખોડિયાર મંદિર, ભાવનગરમાં મહા સુદ આઠમના દિવસે લાપસી બનાવવામાં આવે છે
🎪 મુખ્ય આકર્ષણો:- 
રાજપરા સ્થિત ખોડિયાર મંદિર, ભાવનગરમાં મહા સુદ આઠમના દિવસે લાપસી બનાવવામાં આવે છે અને ભક્તોને પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે.
🎪 આરતીનો સમય:- 
સવારે: 5.30 વાગ્યે
સાંજે: સૂર્યાસ્ત સમયે 
દર રવિવારે આરતી સવારે 5.00 વાગ્યે કરવામાં આવે છે.
🎪  દર્શનનો સમય:- 
સવારે 4.00 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી. તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયાં હતાં
🎪 કેવી રીતે પહોંચવું:- 
ભાવનગર મોટું શહેર છે. જે અમદાવાદથી 170 કિમી છે. અમરેલીથી 118 કિમી, જૂનાગઠથી 226 કિમી અને રાજકોટથી 175 કિમી દૂર છે. ભાવનગર શહેરમાં રેલવે સ્ટેશન અને  એરપોર્ટ આવેલા છે.
🎪 નજીકનાં મંદિરો:- 
 1). પાલિતાણાનાં જૈનમંદિર 54 કિમી
2).  સાળંગપુર હનુમાન મંદિર 82 કિમી
🎪 રહેવાની સુવિધા:- 
મંદિર પરિસરમાં બે ધર્મશાળા છે. અહીં કુલ 35 રૂમ છે, જેમાં એસી રૂમનું ભાડું રૂ. 300 અને નોન એસી રૂમનું ભાડું રૂ. 250 છે. બન્ને ધર્મશાળામાં ચાર મોટા હોલ છે. જેમાં 100 બેડ છે એક બેડનું ભાડું રૂ. 50 છે.
🎪 સરનામું:- 
શ્રી ખોડિયાર મંદિર, રાજપરા, જિલ્લો ભાવનગર-364240
🎪 ફોન નંબર:-  +91-2846-294244

ફોટો ગેલેરી

Thursday, 4 October 2018

કષ્ટભંજન હનુમાનજી મંદિર - સાળંગપુર

🎪 કષ્ટભંજન હનુમાનજી મંદિર 🎪
નમો હનુમંતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા...
🎪 ધાર્મિક માહાત્મ્યઃ- 
જેટલો વિશિષ્ટ આ ઉપાસનામંત્ર છે એટલું જ વિશિષ્ટ છે આ સ્થાનક, જ્યાં હનુમાનજી કષ્ટભંજનદેવ તરીકે બિરાજે છે. એક સમયે ખૂણામાં પડેલું ખોબા જેવડું સાળંગપુર ગામ આજે જગતભરમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં સાળંગપુર હનુમાન તરીકે ઓળખાતું હોય એ જ આ મંદિરનું માહાત્મ્ય દર્શાવવા માટે પૂરતું છે.
🎪 170 વર્ષ જૂના આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેની સ્થાપના ભગવાન સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરાઈ છે. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનનો કેટલોક સમય અહીં વિતાવ્યો હતો.
🎪 તેની સ્મૃતિઓ આજે પણ મોજૂદ છે. સાળંગપુર ગામમાં જીવા ખાચરનો દરબાર પણ છે. અદભુત નકશીકામ કરેલું આ મંદિર કોઈ રાજદરબારથી કમ નથી. નારાયણ કુંડ અહીના આકર્ષણનું કેન્દ્ર છે. દરરોજ ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ આવે છે. મંગળવાર અને શનિવારના રોજ શ્રદ્ધાળુઓની સંખ્યા 14 હજાર જેટલી હોય છે. મંગળવાર અને શનિવારના રોજ શ્રદ્ધાળુઓની સંખ્યા 14 હજાર જેટલી હોય છે. 

🎪 નિર્માણઃ-
ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. કષ્ટભંજન દેવની સ્થાપના વિક્રમ સંવત 1905 આસો વદ પાંચમના દિવસે કરવામાં આવી હતી.
🎪 એવું કહેવામાં આવે છે કે સાળંગપુરના રહેવાસી વાઘા ખાચરે પોતાના ગામની દુર્દશાની વાત ગોપાલાનંદ સ્વામીને કરી. દુષ્કાળના કારણે ગામના લાકોની હાલત દયનીય હતી અને અહીં કોઈ સંત આવવા તૈયાર ન હતું.
🎪 સંતોની અવરજવર રહે તે માટે ગોપાલાનંદ સ્વામીએ અહીં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરાવડાવ્યું. હનુમાનજી ગામલોકોનાં કષ્ટ હરી લેશે તેવા આશીર્વાદ પણ આપ્યા. આજે આ સ્થળ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

🎪 મુખ્ય આકર્ષણોઃ-
સાળંગપુર મંદિરના પરિસરમાં એક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. જેમાં એવી વસ્તુઓ ભક્તોનાં દર્શન માટે રાખવામાં આવી છે, જેનો ઉપયોગ ભગવાન સ્વામિનારાયણે કર્યો હતો. અહીં આવેલા નારાયણ કુંડમાં ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા હતા. એવું કહેવાય છે કે એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું.
🎪 હનુમાનજીથી બચવા માટે શનિદેવે સ્ત્રી રૂપ ધારણ કર્યું હતું. શનિદેવને હનુમાનજીએ સ્ત્રી રૂપમાં પોતાના પગ નીચે દબાવી દીધા હતા, જે મૂર્તિ સાળંગપુરમાં બિરાજમાન છે. અહીં એક ગૌશાળા પણ છે. અહીં ભૂતપ્રેતના છાયાને કાઢવાની વિધિ પણ કરાવવામાં આવે છે.

🎪 આરતીનો સમય:- 
મંગળા આરતી- સવારે 5.30 વાગ્યે.
બાળભોગ- સવારે 6.30થી 7.30 વાગ્યે.
શણગાર આરતી શનિવાર અને મંગળવારે- સવારે 7.00 વાગ્યે.
રાજભોગ- 10.30થી 11.00 વાગ્યે.
સંધ્યા આરતી- સૂર્યાસ્તના સમયે
થાળ- સંધ્યા આરતી પછી 30 મિનિટ.

🎪 દર્શનનો સમય:-
સવારે 5.30થી 10.30
સવારે 11.00થી 12.00
બપોરના 3.15થી રાતના 9.00

🎪 કેવી રીતે પહોંચવું:- 
👉સડક માર્ગઃ ભાવનગરથી 82 કિલોમીટર, અમદાવાદથી 153 કિમી, રાજકોટથી 135 કિમી, સુરેન્દ્રનગરથી 90 કિમી દૂર છે. સડકમાર્ગે પોતાનું વાહન લઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
 👉રેલવે સ્ટેશન:  બોટાદ 11 કિલોમીટર, રાજકોટ, અમદાવાદથી પણ જઈ શકાય.
👉નજીકનું એરપોર્ટ: રાજકોટ(135 કિમી), અમદાવાદ (153 કિમી).

🎪 નજીકનાં મંદિરો:-
1). ખોડિયાર માતાજી મંદિર, ભાવનગર 82 કિમી.
2). તખ્તેશ્વરમંદિર, 82 કિમી.
3). આદિશ્વર મંદિર, 80 કિમી.

🎪 સુવિધા રહેવા:-
શ્રદ્ધાળુઓને રહેવા માટે મંદિર મેનેજમેન્ટ દ્વારા મોટી ધર્મશાળા બનાવવામાં આવી છે. જે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. 180 એસી રૂમ છે, જેનું ભાડું રૂ. 600થી 1200 સુધી છે. 350થી વધારે નોન એસી રૂમ છે, જેનું ભાડું રૂ. 200થી 600 છે. મંદિર પરિસરમાં જ ભોજનશાળા છે જેમાં દિવસરાત ભક્તોને નિ:શુલ્ક ભોજન આપવામાં આવે છે. સવારે ચા-નાસ્તાની પણ વ્યવસ્થા છે.
સાથે આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ છે.

🎪 બુકિંગની સુવિધા:-
ઓનલાઈન બુકિંગ નથી પણ વહેલા તે પહેલાંના ધોરણે રૂમ મળી રહે છે. રૂમની સુવિધા જ એટલી મોટી છે કે રૂમ માટે શ્રદ્ધાળુઓને અગવડતા પડતી નથી.

🎪 સરનામુઃ- 
મું. સાળંગપુર હનુમાન (સૌરાષ્ટ્ર), તા.બરવાળા, બોટાદ ,પીન: ૩૮૨૪૫૦

🎪 સંચાલન:- 
સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના વ્યવસ્થાપન અંતર્ગત આ મંદિર આવે છે. વર્તમાન અધ્યક્ષ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ છે. જેમના નેતૃત્વમાં 1200થી વધારે મંદિરનું સંચાલન કરવામાં આવે છે.
 
🎪 ફોન:-  (૦૨૭૧૧) ૨૪૧૨૦૨ / ૨૪૧૪૦૮

Wednesday, 3 October 2018

સ્વામિનારાયણ મંદિર (BAPS), સાળંગપુર

🎪 સ્વામિનારાયણ મંદિર (BAPS), સાળંગપુર 🎪
🎪 ધાર્મિક માહાત્મ્યઃ ભગવાન સ્વામિનારાયણે ઈસ 1820માં સાળંગપુર ખાતે 18 વચનામૃત આપ્યા હતા. સાળંગપુરમાં સ્વામિનારાયણ ભગવાન તેમની ઘોડી પર વિહાર કરવા આવતા હતા અહીં એક શિખરબંધ મંદિરની તેમણે પરિકલ્પના કરી હતી.
🎪 ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવ મંદિરની સ્થાપના કરી ત્યારબાદ બીએપીએસનું મંદિર 20મી સદીના આરંભકાળે શાસ્ત્રીજી મહારાજે નિર્મિત કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ આ મંદિરના કોઠારી રહ્યા હતા અને તેમણે અહીં જ સમાધી લીધી હતી.
🎪 ઐતિહાસિક માહાત્મ્યઃ ઈસ. 1910ની સાલમાં સાળંગપુરના હરિભક્તો ભીમા શેઠ, નાગજી શેઠ, રુખડ ખાચર, ઓઘડ ખાચર તથા અન્ય લોકોની વિનંતીથી શાસ્ત્રીજી મહારાજે અહીં અક્ષર-પુરુષોત્તમ મંદિર બાંધવાનો સંકલ્પ લીધો હતો. એ વખતે વડતાલ અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા વચ્ચેનો ઝગડો ચરમસીમાએ હતો. આથી સાળંગપુરમાં શાસ્ત્રીજી મહારાજનો ભારે વિરોધ થતો હતો.
🎪 આ તમામ વિપદાઓ વચ્ચે શાસ્ત્રીજી મહારાજે નાગસરના ભુદરભાઈ પટેલ તેમજ નડિયાદના ઝવેરીલાલ મહેતા, રામચંદ્ર ઠાકરના આર્થિક સહયોગથી સાળંગપુરમાં પીઠા ખાચરનું મકાન રૂ. 1400માં ખરીદ્યું. એ પછી લીમડી સ્ટેટના ઠાકોર સાહેબ દોલતસિંહજી જસવંતસિંહજીએ આપેલી જમીન પર 10 ઓક્ટોબર, 1911ના રોજ કોઈ પણ સમારોહ વિના ચૂપચાપ અક્ષર-પુરુષોત્તમ મહારાજના શિખરબંધ મંદિર માટે શિલાન્યાસ કરાયો હતો.
🎪 ગામમાં ભારે વિરોધ હતો. મંદિર નિર્માણના કામ માટે કોઈ મજૂર મળે નહીં. શાસ્ત્રીજી મહારાજે જાતે પાવડા વડે પાયા ખોદીને આ મંદિરનું નિર્માણ કર્યું હતું. મંદિરની ડિઝાઈન વઢવાણના ભગવાનજી સોમપુરા, લીલાધર સોમપુરા, વજેશંકર સોમપુરાએ બનાવેલી છે. જ્યારે કાષ્ઠકલાની તમામ ડિઝાઈન મૂળજીભાઈ મિસ્ત્રીની છે. એ ડિઝાઈનના આધારે ૮ મે, ૧૯૧૬ના દિવસે નિર્માણ કાર્ય પૂર્ણ થતાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
🎪 ભગવાન સ્વામિનારાયણે ઈસ 1820માં સાળંગપુર ખાતે 18 વચનામૃત આપ્યા હતા. 

🎪 અહીં પ્રમુખ સ્વામી મહારાજની સમાધી છે.

🎪 આકર્ષણ:- 
👉 શ્રી ભગવાન સ્વામિનારાયણ મંદિર, 
👉 શ્રી ગુણાતીતનંદ સ્વામી મંદિર, 
👉 શ્રી ગોપાળાનંદ સ્વામી મંદિર, 
👉 શ્રી વર્ણીનાથ મંદિર, શ્રી ગોપીનાથ દેવ મંદિર, 
👉 શ્રી ઘનશ્યામ મરાહાજની પ્રતિમાઓ,
👉 પૂ. પ્રમુખ સ્વામી મહારાજની સમાધિ,
👉 દર મહિનાની પૂનમ તથા અગિયારસે મહારાજશ્રીના દર્શનનો અનેરો મહિમા છે. તેમાં પણ કાર્તિકી પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે. 
🎪 આરતીનો સમય:- 
સવારે 6.00 મંગળા, સવારે 7.30 શણગાર, 11.15 રાજભોગ, સાંજે 7.00 સંધ્યા, રાત્રે 8.15 શયન  
🎪 દર્શનનો સમય:- 
સવારે 6:00થી બપોરે 12.00, બપોરે 3.30થી રાત્રે 8.30
ફોટોગ્રાફીઃ મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.
🎪 કેવી રીતે પહોંચવુંં:-  
👉 સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા ધંધુકા-બરવાળા થઈને, રાજકોટથી વાયા આટકોટ-જસદણ થઈને તેમજ વડોદરાથી વાયા વટામણ ચોકડી, ફેદરા થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
👉 રેલ માર્ગેઃ બોટાદ સૌથી નજીકનું રેલવે સ્ટેશન (12 કિ.મી.) છે. 
👉 હવાઈ માર્ગેઃ સૌથી નજીકનું એરપોર્ટ છે રાજકોટઃ 135 કિ.મી., અમદાવાદઃ 145 કિ.મી.
🎪 નજીકના મંદિરો:- 
(સાળંગપુરમાં) શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી કષ્ટભંજન દેવ મંદિર
1). શ્રી સ્વામિનારાયણ મંદિર, ગઢડા
2). શ્રી ઘેલા સોમનાથ મહાદેવ, ઘેલા સોમનાથ
3). શ્રી ડુંગરપુર હનુમાનજી, જસદણ
4). શ્રી અયોધ્યાપુરમ તીર્થ, વલ્લભીપુર
🎪 રહેવાની સુવિધાઃ‌‌‌-    
મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં કુલ 400થી વધુ રૂમની ઉતારાની વ્યવસ્થા છે. આમાં એસી રૂમ, નોન એસી (સામાન્ય તથા ડીલક્ષ) રૂમનો સમાવેશ થાય છે, જેનો ટોકન ચાર્જ લેવાય છે. 
🎪 ભોજનની સુવિધાઃ- 
દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિનામૂલ્યે જમવાની સુવિધા ઉપલબ્ધ છે. 
બુકિંગની સુવિધાઃ મંદિર ટ્રસ્ટમાં ફોન પર બુકિંગની માહિતી અપાય છે. જ્યારે અહીં ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર ભક્તને રૂમની સગવડ મળે છે. 
🎪 સરનામુઃ-
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, મુ. સાળંગપુર, તા. બરવાળા, જિ. બોટાદ - 382451 
🎪 વેબસાઈટ:-
http://www.baps.org/Global-Network/India/Sarangpur
🎪 ફોન:-      +91 9998995500,   9998995522

Tuesday, 2 October 2018

દાંડી સત્યાગ્રહ

દાંડી સત્યાગ્રહ

Jump to navigationJump to search
દાંડીમાં ગાંધીજી ૬ એપ્રિલ ૧૯૩૦
👉 દાંડી સત્યાગ્રહ એ ઇ.સ. ૧૯૩૦નાં વર્ષમાં અંગ્રેજો સામે કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં, ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું અને તેના વિરોધમાં તેમણે આ સત્યાગ્રહ કર્યો હતો. દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ પદયાત્રા સ્વરૂપે કરી હતી. જે ૬ એપ્રિલ ૧૯૩૦એ નવસારી નજીક આવેલા દરિયા કિનારાનાં દાંડી ગામે પુરી કરી હતી. અહીં તેઓ કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે, "મૈને નમક કા કાનુન તોડા હૈ"... અને ભારતમાં બીજી ઘણીબધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો.[૧] આ સત્યાગ્રહ અને પદયાત્રાને ઇતિહાસમાં દાંડી કુચ તરીકે પણ ઓળખવામાં આવે છે.
👉એક દુબળા-પાતળા સાધુ સરીખા મહાત્મા ગાંધીએ પોતાના સત્યાગ્રહના શસ્ત્રથી દુનિયાના તત્કાલિન સૌથી શક્તિશાળી અંગ્રેજી સલ્તનતના પાયા એક મુઠ્ઠી મીઠું ઉચકીને હચમચાવી નાખ્યા હતા. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ‘નમક સત્યાગ્રહ’ નામથી જાણીતી દાંડી યાત્રાએ સમગ્ર ચળવળને મોટા નેતાઓની પકડમાંથી મુક્ત કરીને જન-જન સુધી પહોંચાડી દીધી હતી. 
👉 ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં 1919માં અસહયોગ આંદોલન કર્યું હતું. ત્યાર બાદ થયેલી હિંસાથી વ્યથિત બનીને ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું હતું. પરંતુ સવિનય કાનૂન ભંગની લડતના ભાગ રૂપે ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ માત્ર 78 સ્વયંસેવકો સાથે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી ‘દાંડી યાત્રા’નો પ્રારંભ કર્યો હતો. બ્રિટિશ હુકૂમત માટે આ એક પહેલી હતી કે આ યાત્રા જેનો અંત મીઠું બનાવવાથી થવાનો હતો, તે કેવી રીતે બ્રિટિશ સામ્રાજ્યને પ્રભાવિત કરી શકે છે. 
👉 પરંતુ 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજી દ્વારા દાંડીના દરિયા કિનારે એક મુઠ્ઠી મીઠું પોતાના હાથમાં ઉઠાવાયું તેની સાથે જ ભારતીયોના કરોડો હાથમાં વિશ્વાસ આવી ગયો કે પોતાના હક માટે તેઓ બ્રિટિશ કાયદા સામે અહિંસક રીતે પણ ટક્કર લઈ શકે છે. 
👉 6 એપ્રિલ, 1930 પહેલા નમક સત્યાગ્રહના આંદોલનને મજાક તરીકે લેવામાં આવતું હતું. સરકારે તેની સાથે સંલગ્ન તમામ નેતાઓની ધરપકડ કરી હતી. પરંતુ આ આંદોલન નેતાઓના હાથમાં રહ્યું જ ન હતું. આ એક જનઆંદોલન બની ચુક્યું હતું. મીઠાના કાયદાના ભંગ સાથે જ આખા દેશમાં સવિનય કાનૂન ભંગના આંદોલનનો પ્રારંભ થઈ ગયો હતો. 
👉 નેતાજી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની દાંડી યાત્રાની સરખામણી નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કરી હતી. આ આંદોલનની સૌથી મોટી સફળતા એ હતી કે તેમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી.1919માં રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીએ અસહયોગનું આંદોલન ચલાવ્યું હતું. પરંતુ ચૌરાચૌરીના કાંડ બાદ આંદોલનને અધવચ્ચે જ પડતું મુકવામાં આવ્યું હતું. ગાંધીજીનો મત હતો કે હિંસાથી કોઈ સમસ્યાનું સમાધાન શક્ય નથી. તેઓ તત્કાલિન ભારતની સમસ્યાઓના સમાધાન માટે અહિંસક રસ્તા પર લોકોને લઈ જવા માંગતા હતા. તેમનું દ્રઢપણે માનવું હતું કે દુનિયાની સૌથી મોટી શક્તિ સામે ભારતીયો આત્મવિશ્વાસ સાથે અહિંસક રસ્તે આગળ વધીને આંદોલન કરશે, તો તેનાથી છૂટકારો મેળવી શકાશે. 
👉 જો કે અસહયોગ આંદોલનના સમાપ્ત થયા બાદ મહાત્મા ગાંધીએ પોતાને સમાજ સુધારાના કાર્યો સુધી સીમિત રાખ્યા હતા. 1928માં તેમણે ફરીથી રાજકારણામં પ્રવેશ કરવાનું વિચાર્યું. તે વર્ષે શ્વેત સભ્યોવાળા સાઈમન કમિશનને ઉપનિવેશની પરિસ્થિતિઓની તપાસ માટે ઈંગ્લેન્ડથી મોકલવામાં આવ્યું હતું. સાઈમન કમિશન વિરુદ્ધ અખિલ ભારતીય અભિયાનો ચલાવાય રહ્યાં હતા. ગાંધીજીએ સાઈમન કમિશન વિરોધી આંદોલનોમાં ભાગ લીધો ન હતો. પરંતુ તેમણે પોતાના આશિર્વાદ આવા આંદોલનનો આપ્યા હતા. તે વર્ષે ગુજરાતના બારડોલી ખાતે સરદાર પટેલના નેતૃત્વમાં થયેલા ખેડૂતોના સત્યાગ્રહ સંદર્ભે પણ ગાંધીજીએ આવી જ નીતિ અપનાવી હતી. 
👉 1929માં ડિસેમ્બરના અંતમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન લાહોર શહેરમાં થયું હતું. આ અધિવેશનમાં જવાહરલાલ નેહરુને અધ્યક્ષ તરીકે પસંદ કરીને કોંગ્રેસની કમાન યુવા નેતૃત્વને સોંપવામાં આવી હતી અને પૂર્ણ સ્વરાજની ઉદઘોષણા કરવામાં આવી હતી. તેના કારણે દેશમાં તત્કાલિન રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો આવ્યો હતો. 
👉 26 ફેબ્રુઆરી, 1930ના દિવસે દેશભરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશભક્તિના ગીતો ગાઈને સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો હતો. ગાંધીજીએ પોતે સ્પષ્ટ નિર્દેશ આપીને જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? તેમણે કહ્યું હતું કે આમા ભાગ લેનારા દ્રઢતાપૂર્વક પ્રતિજ્ઞા કરે કે અન્ય લોકોની જેમ ભારતીય લોકોને પણ સ્વતંત્રતા અને પોતાના કઠિન પરિશ્રમના ફળનો આનંદ લેવાનો અહરણીય અધિકાર છે અને જો કોઈપણ સરકાર લોકોને આવા અધિકારોથી વંચિત રાખે છે અથવા તેનું દમન કરે છે, તો લોકોને તેને બદલવાનો અથવા સમાપ્ત કરવાનો પણ અધિકાર છે. 
👉 સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ મહાત્મા ગાંધીએ ઘોષણા કરી કે તેઓ બ્રિટિશ ભારતના સર્વાધિક ધૃણિત કાયદામાંથી એક એવા મીઠાંના ઉત્પાદન અને વેચાણ પર રાજ્યના એકાધિકાર આપનારા કાયદાને તોડવા માટે એક યાત્રાનું નેતૃત્વ કરશે. મીઠાં પર કર અને એકાધિકાર સામે યાત્રાનો જે મુદ્દો ગાંધીજીએ હાથમાં લીધો હતો તે તેમની કુશળ સમજદારીનું અન્ય એક ઉદાહરણ હતું. પ્રત્યેક ભારતીય ઘરમાં મીઠાંનો ઉપયોગ અપરિહાર્ય હતો. પરંતુ બ્રિટિશ સત્તાધીશોએ લોકોને ઘરેલુ ઉપયોગ માટે પણ મીઠું બનાવતા રોક્યા હતા અને તેમને દુકાનોમાંથી ઉંચી કિંમતે મીઠું ખરીદવા પર બાધ્ય કર્યા હતા. મીઠાં પર રાજ્યનો એકાધિકાર ઘણો જ અલોકપ્રિય હતો. તેને નિશાન બનાવીને ગાંધીજીએ અંગ્રેજી શાસન વિરુદ્ધ વ્યાપક અસંતોષને સંગઠિત કરવાનો વિચાર કર્યો હતો. 
👉 મોટાભાગના ભારતીયો ગાંધીજીના આ આંદોલનના ગૂઢાર્થો સમજી ગયા હતા, પરંતુ અંગ્રેજી હુકૂમત ઉંઘતી ઝડપાય હતી. જો કે ગાંધીજીએ પોતાની દાંડી યાત્રાની માહિતી યાત્રા પહેલા વાઈસરોઈ લોર્ડ ઈરવિનને આપી દીધી હતી. પરંતુ ઈરવિન તેમની કાર્યવાહીનું મહત્વ સમજી શક્યો ન હતો. 
👉12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી સમુદ્ર તરફ ચાલવાનું શરૂ કર્યું હતું. ત્રણ સપ્તાહ બાદ તેઓ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા. ત્યાં તેમણે મુઠ્ઠીભર મીઠું બનાવીને સ્વયંને કાયદાની નજરમાં અપરાધી બનાવી દીધા. તે વખતે દેશના અન્ય ભોગામાં સમાંતર નમક સત્યાગ્રહ ચાલી રહ્યો હતો. નમક સત્યાગ્રહ સંદર્ભે અંગ્રેજોએ લગભગ 60 હજાર લોકોની ધરપકડ કરી હતી. ગાંધીજીની પણ ધરપકડ કરવામાં આવી હતી. 
👉 વસના નામના ગામમાં ગાંધીજીએ ઉંચી જાતિના લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો તમારે સ્વરાજની તરફેણમાં અવાજ ઉઠાવવો છે, તો તમારે અછૂતોની સેવા કરવી પડશે. માત્ર નમક કર અથવા અન્ય કરોના ખાત્માથી સ્વરાજ મળવાનું નથી. સ્વરાજ માટે તમારે પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવું પડે જે તમે અછૂતો સાથે કરી છે. સ્વરાજ માટે હિંદુ, મુસ્લિમ, પારસી અને શીખ, સૌએ એકજૂઠ થવું પડશે. આ સ્વરાજની સીડીઓ છે. ફ્પુલિસના જાસૂસોએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ગાંધીજીની સભાઓમાં તમામ જાતિઓના સ્ત્રી-પુરુષો સામેલ થઈ રહ્યાં છે. તેમનું કહેવું હતું કે હજારો સ્વયંસેવકો રાષ્ટ્રવાદી ઉદેશ્યથી સામે આવી રહ્યાં છે. તેમાંથી ઘણાં બધાં એવાં સરકારી અધિકારીઓ હતા કે જેમણે ઉપનિવેશિક શાસનમાં પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા હતા. 
👉અમેરિકાના ટાઈમ મેગેઝીનને ગાંધીજીની કદકાઠીથી હસવું આવતું હતું. ટાઈમ મેગેઝીને ગાંધીજીના સૂકલકડી શરીર અને કરોળિયા જેવા પગની ખૂબ મજાક ઉડાડી હતી. આ યાત્રા સંદર્ભે પોતાના પહેલા અહેવાલમાં ટાઈમે દાંડી યાત્રાના તેના મંઝિલ સુધી પહોંચવા પર ઘેરી શંકા વ્યક્ત કરી હતી. તેનો દાવો હતો કે બજા દિવેસ પગપાળા ચાલ્યા બાદ ગાંધીજી જમીન પર ફસડાઈ પડશે. મેગેઝીનને વિશ્વાસ ન હતો કે આ મરિયલ દેખાતા સાધુના શરીરમાં વધુ શક્તિ બચી છે. પરંતુ એક જ રાતમાં મેગેઝીનને પોતાનો વિચાર બદલવો પડયો હતો. ટાઈમે લખ્યું છે કે આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે અને તેણે અંગ્રેજી શાસકોને બેચેન કરી દીધા છે. તેઓ પણ ગાંધીજીને એવા સાધુ અને જનનેતા કહીને સલામી આપવા લાગ્યા હતા. 
👉 દાંડી યાત્રાની ત્રણ ઉપલબ્ધિઓ છે. આ યાત્રાથી મહાત્મા ગાંધીજી દુનિયાની નજરમાં આવ્યા. આ યાત્રાને યૂરોપ અને અમેરિકી પ્રેસમાં મોટું કવરેજ મળ્યું હતું. બીજું, રાષ્ટ્રવાદી પ્રવૃતિઓમાં મહિલાઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ત્રીજું, સૌથી મહત્વનું કારણ એ હતું કે નમક સત્યાગ્રહથી અંગ્રેજોને અહેસાસ થયો હતો કે હવે તેમનું રાજ્ય વધારે દિવસો સુધી ટકશે નહીં અને તેમણે ભારતીયોને પણ સત્તામાં ભાગ આપવો પડશે. 
👉 આમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સફળતા-અસફળતાના દાવા-પ્રતિદાવાઓ તથા વિવાદો છતાં આઝાદીની લડતમાં જનતાને જોડવા માટે 6 એપ્રિલ, 1930ની દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહને યાદ રાખવામાં આવશે.

Monday, 1 October 2018

કીર્તિમંદિર

🎪 સ્‍થળનું નામઃ કીર્તિમંદિર 🎪 
🎪 સ્‍થળની વિસ્‍તૃત માહિતીઃ-
👉 કિર્તિ મંદિર એ મહાત્મા ગાંધી અને કસ્તુરબાની સ્મૃતિમાં, ભારતનાં ગુજરાત રાજ્યમાં પોરબંદર શહેરમાં, બંધાયેલું સ્મૃતિ મંદિર છે. ૨ ઓક્ટોબર ૧૮૬૯નાં રોજ મહાત્મા ગાંધી જ્યાં જનમ્યા તે ગાંધી કુટુંબનાં બાપદાદાઓનાં આ ઘરની લગોલગ ’કિર્તિ મંદિર’ આવેલું છે. વર્ષ ૧૯૪૪માં જ્યારે બ્રિટિશ સરકાર દ્વારા અંતિમ વખત, નજરકેદમાં રહેલા ગાંધીજીને, આગાખાન મહેલમાંથી, મુક્ત કરાયા ત્યારે પોરબંદરની સ્થાનિક જનતાએ ગાંધીજીનાં જન્મ સ્થાન પર એક આદર્શ સ્મૃતિસ્થળ રચવાનો નિર્ણય કર્યો. 
👉 સમગ્ર વિશ્વને સત્‍ય અને અહિંસાના પાઠ શિખવનારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના જન્‍મ સ્‍થળ અને તેની સમીપે સ્‍મારક મંદિર કીર્તિમંદિર અદમ્‍ય આકર્ષણરૂપ છે. માત્ર ભારતમાંજ નહીં વિશ્વભરમાંથી લોકો પોરબંદર આવીને પૂ.બાપુના આ જન્‍મસ્‍થળ કીર્તિમંદિરની મુલાકાત લઇને અહિં ગાંધી વિચારધારાને મૂર્તસ્‍વરૂપ આ‍પવાના થઇ રહેલાં કાર્યો અને પ્રવૃતિઓ નિહાળી ધન્‍યતા અનુભવે છે. કીર્તિમંદિર પા‍છળ કસ્‍તુરબાધામ છે. રાષ્‍ટ્રપિતા અને રાષ્‍ટ્રમાતાના એક જ સ્‍થળે સ્‍મારક હોય તેવું વિરલ સ્‍થળ છે. યુગપુરુષ મહાત્‍મા ગાંધીનો જ્યાં જન્‍મ થયો હતો તે જાજરમાન ઇમારતને અડીને લગોલગ ૭પ૦ ચો.મી. ના ક્ષેત્રફળમાં ઉભા કરાયેલા પૂ. ગાંધીજીના સ્‍મારક મંદિરને મહાત્‍મા ગાંધી કીર્તિમંદિરને નામે ઓળખવામાં આવે છે. આધુનિક શિલ્‍પકલાના બેનમૂન, આકર્ષક નમુનારૂપ કીર્તિમંદિરનો શિલારોપણ વિધિ ૧૯૪૭ માં સદગત શ્રી દરબાર ગોપલદાસ દેસાઇના વરદહસ્‍તે થયો હતો. ત્‍યારબાદ પોરબંદરના દાનવીર ઉદ્યોગપતિ શેઠશ્રી નાનજીભાઇ કાળીદાસ મહેતાએ રૂપિયા પાંચલાખના ખર્ચે નિર્માણ કર્યુ હતું અને ભારતના મહાન સપૂત, લોખંડી પુરૂષ સ્‍વ. સરદાર વલ્‍લભભાઇ પટેલે તા. ર૭-પ-૧૯૫૦ ના રોજ કીર્તિમંદિર વિશ્વના દર્શન માટે ખુલ્‍લું મુકયું હતું. 
👉 કળાકારીગીરીના આકર્ષક નમુનારૂપ કીર્તિમંદિરની શિખર સુધીની ૭૯ ફુટની ઉંચાઇ પૂ. ગાંધીજીના ૭૯ વર્ષના જીવનકાળના પ્રતિકરૂપ છે. કીર્તિમંદિરની શિલ્‍પકલામાં જગતના છ મહાન ધર્મના અંશો વણી લેવામાં આવ્‍યા છે. હિન્‍દુ, બૌધ્‍ધ, અને જૈન મંદિરોની રચના સાથે દેવળ અને પારસીની અગિયારી અને મસ્‍જીદની કળાના અંશોને પણ મિશ્રિત કરવામાં આવેલ છે. જે પૂ. ગાંધીજીની સર્વધર્મ સમભાવની ભાવનાને ચરિતાર્થ કરે છે.

🎪  અગત્‍યનો દિવસ:-
👉 બીજી ઓકટોબર ના રોજ પૂ. ગાંધીજીની જન્‍મ જયંતિ ઉજવાય છે.

Saturday, 29 September 2018

કોચરબ આશ્રમ

🎪 ગાંધીજી દ્રારા સ્થાપિત પ્રથમ કોચરબ આશ્રમ 🎪 
🎪 કોચરબ આશ્રમ ભારતની આઝાદીની ચળવળના નેતા ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રથમ આશ્રમ હતો. ૨૫ મે, ૧૯૧૫ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી અને તે ગાંધીજીના મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા તેમને ભેટ આપવામાં આવ્યો હતો. આ આશ્રમ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલ છે. દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી, તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રથમ આશ્રમ હતો. વિદ્યાર્થીઓ અને નવયુવાનો માટે સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી ચીજોના હિમાયતી, ગરીબો, મહિલાઓ અને અસ્પૃશ્યોના ઉદ્ધાર માટેના કાર્યો, જાહેર શિક્ષણ, જાહેર શૌચાલય અંગેના ગાંધીજીના વિચારોના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર હતું. આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર થયું હતું.

🎪 વર્ષ ૧૯૧૫ની આ વાત છે. આ ગાળામાં ગાંધીજી સ્વદેશ પાછા ફર્યા ત્યારે આફ્રિકાના પ્રિટોરિયામાં રંગભેદની નીતિથી તેઓ દુભાયેલા હતા. એમણે જોયું કે પોતાના દેશમાં પણ કુરિવાજો છે અને સામાજિક બદીઓ જોઈને એમને દુઃખ થતું હતું. વળી, તેઓ ભારતમાં ફેલાયેલા સામાજિક કુરિવાજોને સમજી પણ શકતા હતા કારણ કે આફ્રિકામાં રંગભેદની નીતિના તેઓ શિકાર બની ચૂક્યા હતા. એ વખતે આમ તો ભારતમાં સૌથી મોટી સમસ્યા તો ભારતને બ્રિટીશ શાસન મુક્ત કરાવવાની જ હતી, પરંતુ તેના માટે દેશમાં આંતરિક રીતે ફેલાયેલા પડકારોને પહેલાં ડામવા જરૂરી હતાં. ગાંધીજીએ એ સમયે આઝાદીની લડતની પૂર્વભૂમિકા સ્વરૂપે જ વૈષ્ણવોમાં નામાંકિત જીવણલાલ બેરિસ્ટરનો બંગલો ભાડે લીધો હતો. આ બંગલો એટલે જ ગાંધીજી સ્થાપિત પ્રથમ આશ્રમ. સત્યાગ્રહ આશ્રમ. કોચરબ આશ્રમ.

🎪 કોચરબ આશ્રમની સ્થાપના પછી શરૂઆતમાં તો આશ્રમવાસીઓ આશ્રમમાં આશ્રમજીવન જીવવા જ અહીં આવ્યા હતા. આશ્રમવાસી તરીકે વિનોબા ભાવે પણ અહીં રહ્યા હતા. આશ્રમની સ્થાપનાની વાત થઈ રહી હતી ત્યારે ગોપાલકૃષ્ણ ગોખલેએ ગાંધીજીને સૂચના આપી હતી કે, હાલમાં તો એક વર્ષ સુધી તમે ભારતને નજીકથી ઓળખો. દેશને અને દેશની સમસ્યાઓને પહેલાં સમજો એ પછી સ્વરાજની દિશામાં વિચાર કરજો. ગોખલેની સૂચનાને અનુસરતાં જ કોચરબ આશ્રમની સ્થાપના પછી એક વર્ષ સુધી ગાંધીજીએ સ્વરાજ વિશે જાહેરમાં ચર્ચા કરી નહોતી.

આશ્રમની સ્થાપના
🎪 વર્ષ ૧૯૧૫ની વીસમી તારીખની આસપાસ લિંબડીથી આવેલા ગાંધીજીએ આ બંગલામાં વાસ્તુપૂજન કર્યું હતું. ૨૨મી મેએ તેઓ કેટલાક અનુયાયીઓ સાથે અહીં વસ્યા. જોકે આશ્રમની કાર્યવાહી અને આશ્રમજીવનની શરૂઆતની તવારીખ સંદર્ભો મુજબ ૨૫મી મે નોંધાઈ છે. આશ્રમમાં ટાંકવામાં આવેલી તકતીમાં પણ સ્થાપનાની તારીખ ૨૫મી મે, ૧૯૧૫ લખવામાં આવી છે.

નામઃકરણ
🎪 આ આશ્રમની સ્થાપના થઈ ત્યારે તેનું નામ ‘સત્યાગ્રહ આશ્રમ’ રાખવામાં આવ્યું હતું. સમયાંતરે ગાંધીજીએ સાબરમતી કિનારે આશ્રમની સ્થાપના કરી એ પણ સત્યાગ્રહાશ્રમ હતો. તેથી નામની ગૂંચવણ ઊભી ન થાય તેથી પ્રથમ આશ્રમને કોચરબ આશ્રમ નામ પણ મળ્યું.

સત્યાગ્રહ અને સ્વરોજગાર
🎪 આ આશ્રમમાં ગાંધીજીનાં અનુયાયીઓ, વિદ્યાર્થીઓ અને નવયુવાનો દ્વારા સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી ચીજોની હિમાયત, ગરીબો, મહિલાઓ અને અસ્પૃશ્યોના ઉદ્ધાર માટેના કાર્યો થતાં હતાં. જાહેર શિક્ષણ અને આર્થિક ઉપાર્જન અંગેના ગાંધીવિચારોનું કોચરબ આશ્રમ ભારતનું પ્રથમ અને મુખ્ય કેન્દ્ર હતું. આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર થયું હતું. ગાંધીજીએ આશ્રમ શરૂ કર્યો ત્યારે તો તેમાં માંડ વીસથી પચ્ચીસ લોકો જ રહેતા હતાં. તેમાંથી આશરે સત્તરથી અઢાર જણા તો સાઉથ આફ્રિકાથી આવેલા તમિળો હતાં.

🎪 ઉલ્લેખનીય છે કે ગાંધીજીને આશ્રમની સ્થાપના માટે કલકત્તા, હરિદ્વાર, રાજકોટ જેવા ઘણા સ્થળેથી આમંત્રણ હતાં, પણ ગાંધીજીએ એવી જગ્યા પસંદ કરી હતી કે જ્યાંથી તેઓ અને તેમના અનુયાયીઓ સમાજ સુધારણા માટેની પ્રવૃત્તિઓ પણ કરી શકે અને આર્થિક ઉપાર્જન પણ કરી શકે.

🎪 એ સમયમાં અમદાવાદમાં ઘણી કાપડમિલો હતી એટલે મિલમાંથી કાચોમાલ આશ્રમમાં આવતો અને વણાટકામથી વસ્ત્રો તૈયાર થતાં. તેમાંથી આર્થિક ઉપાર્જન અને આંશિક આશ્રમ નિભાવની કામગીરી થતી હતી. સાબરમતી આશ્રમમાં પ્રયાણ કરતાં પહેલાં બે વર્ષ માટે ગાંધીજી આ કોચરબ આશ્રમમાં રહ્યાં હતાં.

સત્યાગ્રહ સ્મારક
🎪 ગાંધીજીએ કોચરબ આશ્રમમાં વસવાટ છોડી દીધા પછી પણ આ જગ્યાને ગાંધીવાદીઓએ ખૂબ જ માવજતથી સાચવી છે. આશ્રમના સંચાલક અને ગાંધીવાદી રમેશભાઈ ત્રિવેદીએ કહે છે કે, વર્ષ ૧૯૫૩માં સત્યાગ્રહ સ્મારક તરીકે જાહેર કરાયેલા આ આશ્રમનું સંચાલન હાલમાં તો ગૂજરાત વિદ્યાપીઠ કરે છે.

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.