Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો
Showing posts with label વ્યક્તિ વિશેષ. Show all posts
Showing posts with label વ્યક્તિ વિશેષ. Show all posts

Saturday, 6 October 2018

વ્યક્તિ વિશેષ : પૂજ્ય રવિશંકર મહારાજ

રવિશંકર વ્યાસ
Ravisankar maharaj.jpg
જન્મની વિગત૨૫ ફેબ્રુઆરી, ૧૮૮૪
(વિ.સં. ૧૯૪૦, મહા વદ ચૌદશ (મહા શિવરાત્રિ))
રઢુખેડા જિલ્લો
(બ્રિટિશ રાજ સમયનું માતર તાલુકાનું ગામ)
મૃત્યુની વિગત૧ જુલાઇ, ૧૯૮૪
બોરસદ
રહેઠાણસરસવણી
રાષ્ટ્રીયતાભારતીય
હુલામણું નામરવિશંકર મહારાજ, કરોડપતિ ભિખારી
અભ્યાસપ્રાથમિક - છ ધોરણ
ક્ષેત્રસમાજ સેવા, સ્વતંત્રતા સેનાની
વતનસરસવણી
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ધર્મહિંદુ
જીવનસાથીસૂરજબા
માતા-પિતાનાથીબા, પિતાંબર શિવરામ વ્યાસ
હસ્તાક્ષ
Ravishankar Maharaj Sign.jpg
પૂજ્ય રવિશંકર મહારાજ
📙 રવિશંકર વ્યાસ (૧૮૮૪–૧૯૮૪) એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનુંઆયોજન કર્યું હતું.
જીવન
રવિશંકર વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ (વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં ઔદિચ્ય (ટોળકીયા) બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. તેમના કુટુંબનું વતન મહેમદાવાદ નજીકના સરસવણી હતું. છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો. તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા. તેઓ જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે તેમના પિતા અને ૨૨ વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું.
તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક, વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.
નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું અને એ ઉપરાંત પાટણવાડીયા, બારૈયા કોમો અને બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું.
૧૯૨૦માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો. તે જ વર્ષે સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના કરી, આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા. તે પછીના વર્ષે મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કરી દીધું. ૧૯૨૩માં બોરસદ સત્યાગ્રહ, હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ ભજવ્યો હતો. જેલવાસ દરમ્યાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા, આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઈ ગયા. ૧૯૫૫થી ૧૯૫૮ ના ત્રણ વર્ષ દરમ્યાન ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા. આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી. પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ 'કરોડપતિ ભિખારી' જેવું ઉપનામ પણ તેમને મળ્યું.
૧ જુલાઇ ૧૯૮૪ના દિવસે ૧૦૦ વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું.

સન્માન

ભારત સરકારે તેમના માનમાં ૧૯૮૪માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ­દાન કરનાર વ્યક્તિને સામાજીક કાર્ય માટે INR૧ લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારનાસમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમના સન્માનમાં અપાય છે.

સાહિત્યમાં

રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી હતી, જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું (૧૯૮૪) નવલકથા લખી છે.


જીવન ઝરમર

સતત ચાલતા રહેલા સાચા સંત
  • નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
  • 1920 – સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
  • 1921 – મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું
  • 1923 – બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
  • 1926 – બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
  • 1930 – દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
  • 1942 – ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ
  • જેલમાં ગામઠી ગીતા સમજાવતા
  • આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત ; વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ
  • પાટણવાડીયા, બારૈયા કોમો અને બહાઅર વટાયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું
  • 1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
  • 1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !
  • આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર લુખ્ખી ખીચડી !
  • પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા
  • 1960 1 લી મે – ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી
  • 1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્ય મંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી
  • 1975 – કટોકટીનો વિરોધ
રચનાઓ
મહારાજને લગતાં પુસ્તકો  –
  • મહારાજની વાતો
  • વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ
  • માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )
સન્માન
  • ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.

Friday, 5 October 2018

મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ

📊 ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ 📊
📊 આર્યભટ્ટ ભારતના સૌથી પહેલાં સૌથો મોટાં ગણિતજ્ઞ અને જ્યોતિષી હતાં. જેમણે નક્ષત્રજ્ઞાન, ગ્રહોની સ્થિતિનું જ્ઞાન, માસ જ્ઞાન અને અધિક જ્ઞાનના વિષયમાં બતાવ્યું હતું. આ કાર્યને એમણે ઇસવીસન ૪૯૯માં આર્યભટ્ટીય અને આરુ સિદ્ધાંતોમાં સમાહિત કર્યાં છે. જેમાં એક માસને ૩૦ દિવસ . એક દિવસને ૬૦ નાડી અને એક નાડીને ૬૦ વિનાડીમાં બરાબર વહેંચ્યા છે.

આર્યભટ્ટનો જન્મ એવં જન્મ સ્થાન
📊  આજથી ૧૫૦૦ વર્ષ પહેલાં પ્રાચીન ભારતમાં જ્ઞાન વિજ્ઞાનું મુખ્ય કેન્દ્ર વર્તમાન પટના મનાય છે જેણે એ સમયમાં કુસુમપુર કહેવામાં આવતું હતું. કુસુમપુર ઉપરાંત ઉજ્જયિની પણ બીજું મહત્વપૂર્ણ જ્ઞાન વિજ્ઞાનનું કેન્દ્ર હતું. જ્યાં ગુપ્ત વન્શનું શાસન હતુંગુપ્ત વંશના શાસનમાં ઘણાં મહાન જ્યોતિષીઓનો જન્મ થયો હતો. જેનાથી પુરા ઉપમહાદ્વિપમાં જ્ઞાનવિજ્ઞાનની ઉન્નતિ થઇ રહી હતીએમનો કાળ ભારતનો સુવર્ણકાળ ગણાય છે કારણકે એ સમયમાં યુદ્ધ ઓછાં અને વિકાસ વધારે થયો હતો. કાલિદાસ, સુબંધુ , ભારવિ અને દંડી જેવાં વિદ્વાનો અને આર્યભટ્ટ , વારાહમિહિર,ભાસ્કરાચાર્ય એવં બ્રહ્મગુપ્ત જેવાં મહાજ્ઞાની આ કાળમાં પેદા થયાં હતાં. 
📊  ભારતમાંગણિત અને વિજ્ઞાનનો વિકાસ વૈદિક કાળથી જ થઇ ગયો હતો. પરંતુ ગુપ્તકાળમાં એ અધિક ઉચાંઈઓ પર પહોંચી ગયો હતો. એ સમયમાં ઈતિહાસ લેખનની પરંપરા નહોતી. જેનાં કારણે આર્યભટ્ટનાં વ્યક્તિગત જીવન વિષે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે. જે માત્ર એમનાં લેખોમાંથી જ પ્રાપ્ત થાય છે. 
📊 આર્યભટ્ટનો જન્મ ૧૭ એપ્રિલ ૪૭૬માં કુસુમપુર નજીક ગંગા નદીના તટ પર આવેલાં એક ગામમાં થયો હતો. આ ગામ આગળ જતાં ખગોળવિદ આર્યભટ્ટના નામ પર ખગૌલ નામથી પ્રસિદ્ધ થયું. આર્યભટ્ટ નામનો અર્થ પ્રથમ યોદ્ધો અથવા ઉત્કૃષ્ટ યોદ્ધો એવો થાય છે. જે પોતાની જાતે પ્રથમ ઉત્કૃષ્ટ ચિંતક હતાં. 

આર્યભટીય અને આર્ય સિધ્ધાંત 
📊 આર્ય ભટ્ટ અભ્યાસ માટે સંભવત: નાલંદા વિશ્વવિદ્યાલયમાં ભણ્યાં હતાં. પરંતુ એમનાં વિષે અનેક મત પ્રવર્તે છે, પરંતુ કુસુમપુર એમની કર્મભૂમિ હતી. નાલંદા વિશ્વવિદ્યાલયની ખગોળશાળામાં આર્યભટ્ટના ગ્રંથ આર્યભટ્ટીયનું વિમોચન થયું હતું. જેમાં એમનાં નામનું પહેલું પ્રમાણ મળે છે. આર્યભટ્ટે એ રચના ૨૩ વર્ષની ઉંમરે જ લખી હતી. જે એમણે પુસ્તકમાં અંકોના માધ્યમથી બતાવ્યુ હતું. એ સમયે જ્યોતિષ અને ગણિત માટે આર્યભટીય એક માત્ર ગ્રંથ હતો. આ પુસ્તકમાં એમણે અંકગણિત,રેખાગણિત અને નક્ષત્ર વિજ્ઞાને દર્શાવ્યાં છે. આર્યભટ્ટની બીજી રચના આર્યસિદ્ધાંત પણ એટલો જ પ્રચલિત ગ્રંથ હતો. 
📊 આર્યભટીયનાં સૂત્ર શ્લોકોમાં રચવામાં આવ્યા હતાં, જેમાં શ્લોકોને છંદોના માધ્યમથી બતાવવામાં આવ્યાં હતાં. આર્યભટીયમાં કુલ ૧૧૮ શ્લોકો છે. જે ચાર ખંડોમાં વહેંચાયેલા છે.
1) ગીતિકાપાદ
2) ગણિતપાદ
3) કાલક્રિયાપાદ
4) ગોલપાદ
📊 આર્યભટીયનાંપ્રથમ ખંડ ગીતિકાપાદમાં આર્યભટ્ટે પ્રથમ આ ગ્રંથને વાંચવા માટે ૧૦ શ્લોકોમાં એ વિષે જણાવ્યું છે. પ્રથમ પદ આ ગ્રંથનું સૌથી નાનું પદ છે. ગણિતપાદમાં ગણિતના સિદ્ધાંતોનું વર્ણન છે. આ પાદમાં ગણિતના સિદ્ધાંતોને વીના સિદ્ધ કર્યે બતાવ્યાં છે. જેમાં પરંપરાજ્ઞ અંકો, વર્ગો, ઘનમૂળ અને વર્ગમુલની ચર્ચા કરવામાં આવી છે. કાલક્રિયાપાદમાં ૨૫ શ્લોકોમાં સમય ગણના અને ગઢ નક્ષત્રોની સ્થિતિને દર્શાવી છે.  ગોલપાદમાં આ ગ્રંથોનાં અંતિક પચાસ શ્લોક છે જેમાં ગ્રહણ સંબંધી સૂચનાઓ અપાયેલી છે.

શૂન્યની ખોજ અને બીજગણિત
📊 આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. ગણિતમાં આ એક ક્રાંતિ હતી. આજે કમ્પ્યુટર પ્રણાલી શૂન્ય વગર કામ કરી શકતી નથી. આર્યભટ્ટની શોધથી આગળનાં (પછીનાં) ગણિતશાસ્ત્રીઓમાં ગણિતમાં ખૂબ જ સરળતા થઇ ગઈ હતી. ૧ થી ૯ ની શોધ પણ ભારતીયો દ્વારા કરવામાં આવી.

જ્યા અને પાઈની ખોજ 
📊 પાઈ અને જ્યાની ગણના પણ સર્વ પ્રથમ આર્યભટ્ટે કરી હતી. વૃતના વ્યાસ અને પરિધિના અનુપાતથી લઈને દશાંશના ચાર અંકો સુધી પાઈના માંનું પતો મળી શક્યો. જેની વેલ્યુ ૩.૧૪૧૭ થાય છે. આ રીતે એમણે પાઈના સત્રિટક મનની ગણના કરી હતી. આમ તો આર્યભટ્ટ સ્વયં પોતાની ગણનોમાં પાઈનો પ્રયોગ નહોતા કરતાં. અરબના ગણિતજ્ઞ વ્યક્તિઓએ જયારે આર્યભટીયનો અરબીમાં અનુવાદ કર્યો હતો. ત્યારે એમણેપાઈની શોધ માટે આર્યભટ્ટની પ્રશંસા કરી હતી.

રેખાગણિત
📊 આરબ લોકો રેખાગણિતને ઇલ્મ-હિંદુસા એટલેકે હિન્દુસ્તાનનું જ્ઞાન કહે છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે રેખાગણિતની શોધ ભારતમાં થઈ હતી. પ્રાચીનકાળમાં યજ્ઞની વેદી બનવવા માટે માપ માટે ર્સ્સીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે રેખાગણિતના શુલ્ક સૂત્ર નામના ગ્રંથમાંથી લેવામાં આવ્યાં છે. આર્યભટ્ટે રેખાગણિતના ઘણાં મૌલિક સિદ્ધાંતો પ્રતોપાદિત કર્યાં હતાં. જેમાં ત્રિભુજ, ચતુર્ભુજ, શંકુ આદિ સિદ્ધાંતો એમને પ્રતિપાદિત કર્યાં હતાં. ત્રૈરાશિક નિયમ(ઈચ્છા x ફળ પ્રમાણ)ની ખોજ પણ આર્યભટ્ટે કરી હતી. જેનું ગણિતમાં આવશ્યક સ્થાન છે. આરબોને આની જાણકારી આઠમી સદીમાં મળી હતી.જેમને આમાં નવા પરિવર્તનો કર્યાં હતાં. પાયથાગોરસ પ્રમેય આમ તો યુરોપીય ખોજ છે.પરતું એમની પ્રેરણા એમને ભારતમાંથી જ મળી હતી. 

ખગોળશસ્ત્ર
📊 આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાનમાં પણ અહમ યોગદાન હતું. આર્યભટ્ટ પહેલાં ખગોળ વિજ્ઞાનમાં એવું માનવામાં આવતું હતું કે ‘પૃથ્વી કાચબાની પીઠ પર ટકી રહી છે જે એના પર ઘૂમતી રહેતી એટલે કે ગોળ ગોળ ફરતી રહેતી હોય છે. પરંતુ આર્યભટ્ટે એનું ખંડન કરીને એ બતાવ્યું કે, પૃથ્વી કોઈના પર આશ્રિત નથી અને એ નિરાવલાંબી છે. એમની આ વાતનું સમર્થન ભાસ્કરાચાર્યે પણ કર્યું હતું. એમનાં આ સિધ્ધાંત પર પહેલાં ઘણી આપત્તિઓ આવી પણ પછી ભાસ્કરાચાર્યે બતાવ્યું કે "પૃથ્વી ચારે તરફથી નિર્વાત છે.” એમનાં આલોચકો તો એમ પણ કહેતાં હતાં કે “જો પૃથ્વી નિરાધાર છે, તો તો એ પડી કેમ નથી જતી." પરંતુ એમનાં આ સવાલનો જવાબ આપણને વર્તમાનમાં મળી ગયો છે.

📊 આર્યભટ્ટે પુથ્વીને ગોળ પીંડ બતાવ્યો હતો. આર્યભટ્ટે એપણ બતાવ્યું કે “ચંદ્રમાં સ્વયમ નથી ચમકતો પણ સૂર્યના પ્રકાશથી પ્રકશિત થાય છે. જેણે પરાવર્તન કહેવામાં આવે છે.” આ સિવાય એમને સૂર્યનો ઉદય પૂર્વમાં અસ્ત પશ્ચિમમાં થવાને દ્રષ્ટિભ્રમ બતાવ્યો. આનાથી એપ્રતિત થાય છે આર્યભટ્ટને પૃથ્વીની ગતિઓ રાત અને દિવસની જાણકારી હતી. એમને ઉત્તરી અને દક્ષિણી ધ્રુવની પણ ચર્ચા કરી હતી. જેની જાણકારી એમણે દેવતાઓના સમર્થનમાં બતાવી હતી. એમણે એ સમયે બતાવ્યું હતું કે "પૃથ્વી કક્ષમાં સૌથી નીચે સ્થિત છે." 

આર્યભટ્ટની લોકપ્રિયતા અને મૃત્યુ
📊 પોતાની શોધખોળો અને સંશોધનને કારણે આર્યભટ્ટ પોતાના સમયમાં મહાન વિદ્વાન ગણાતાં હતાં. જેમના કારણે ભારતનું નામ આ શોધો માટે જાણીતું થઈ ગયું હતું.’ આર્યભટ્ટ પ્રથમની જેમ આર્યભટ્ટ દ્વિતીય પણ થયાં હતાં. જેમણે આર્યભટ્ટ પ્રથમ ના સિદ્ધાંતોમાં મૌલિક સુધાર કર્યો હતો. આર્યભટ્ટ પ્રથમનું મૃત્યુ ઇસવીસન ૫૨૦ માં થયું હતું. આર્યભટ્ટનાં ગ્રહ નક્ષત્રોનાં આધારે વર્તમાન પંચાંગ બનાવવામાં આવ્યું છે.’ ભારત સરકારે એમની યાદમાં પોતાના પહેલાં ઉપગ્રહનું નામ પણ આર્યભટ્ટ જ રાખ્યું હતું. યુનેસ્કોએ પણ એમની જન્મજયંતિ મનાવી હતી. અને આ રીતે આર્યભટ્ટ પ્રથમ વિશ્વગુરુના રૂપમાં મનુષ્યજાતિમાં સદૈવ સ્મરણીય રહેશે. ગણિતને ખગોળ શાસ્ત્રમાં આખું ભારત નહિ પણ સમગ્ર વિશ્વ સદાય એમનું ઋણી રહેશે. આવા મહાન ગણિતજ્ઞ અને ખગોળવેત્તા ને તો શત શત વંદન !!!!

Thursday, 4 October 2018

વ્યક્તિ વિશેષ : શ્યામજી કૃષ્ણ વર્મા

શ્યામજી કૃષ્ણ વર્મા

Jump to navigation

Jump to search
શ્યામજી કૃષ્ણ વર્મા
Shyamji krishna varma.jpg
જન્મની વિગત4 October 1857
માંડવી 
મૃત્યુની વિગત30 March 1930
જિનેવા 
અભ્યાસનું સ્થળબેલીઅલ કોલેજ 
વ્યવસાયપત્રકાર&Nbsp;
શ્યામજી કૃષ્ણ વર્મા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા.
પ્રારંભિક જીવન:- 
તેમનો જન્મ ૪ ઓક્ટોબર ૧૮૫૭ના રોજ કચ્છના માંડવી બંદર ખાતે થયો હતો. સામાન્ય આર્થિક સ્થિતિવાળા પરિવારમાં જન્મેલા શ્યામજી કૃષ્ણ વર્માએ નાની વયે માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાનું નામ કરસનજી (કૃષ્ણદાસ ભણસાલી) અને પત્નીનું નામ ભાનુમતી હતું. તેઓ મ્યુનિસિપાલિટીના દીવા અજવાળે વિદ્યાભ્યાસ કરનાર કિશોર શ્યામજીએ એક ભાટિયા સદ્ગૃહસ્થે આર્થિક સહાય કરી જેથી મુંબઈની એલફિન્સ્ટન તેમ જ વિલ્સન જેવી વિખ્યાત સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ કરવાની તક સાંપડી.
શ્યામજી કૃષ્ણ વર્મા આ દિવસોમાં તેમણે દયાનંદ સરસ્વતીનું શિષ્યત્વ પ્રાપ્ત કરેલું અને આર્યસમાજી બન્યા. શ્યામજી કરસનજી હવે શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે જાણીતા બન્યા. સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં હિસંક ક્રાંતિકારી બન્યા. વિશેષ કરીને લંડન અને પેરિસમાં રહીને તેમણે રાષ્ટ્રસેવા કરી. ભારતની સ્વરાજ્ય સાધના માટે હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી. સમગ્રજીવન બ્રિટીશ સામ્રાજ્ય વદ સામેના સંઘર્ષમાં સમર્પિત થયું. વિદેશમાં રહીને તેમણે રાષ્ટ્રસેવા કરી. ભારતની સ્વરાજ્ય સાધના માટે હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી. વિદેશમાં રહીને પણ ક્રાંતિકારી વીર સાવરકરના કાનૂની બચાવ માટે તેમણે કરેલી સરાહનીય છે. શ્યામજીએ પોતાની બધી સંપત્તિ આજીવન દેશ માટે જ વાપરી હતી. આવા મહાન દેશપ્રેમી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા જીનીવા ખાતે ૩૧ મી માર્ચ ૧૯૩૦ના રોજ અવસાન પામ્યા. તેમની અંતિમ ઈચ્છા પોતાના અસ્થિ સ્વદેશ લઇ જવાની હતી. જે ગુજરાત સરકારે ૨૦૦૩માં અસ્થિ ગુજરાત લાવવામાં આવ્યા. તે વીરાંજલિયાત્રા સ્વરૂપે ગુજ્રેઆતમાં પ્રદક્ષિણા કરી. દેશના મહાન ક્રાંતિકારી, રાષ્ટ્રરત્ન અને ગુજરાતના ગૌરવવંતા પુત્ર શ્યામજી કૃષ્ણવર્મા ઈ.સ. ૧૮૫૭ના બળવા પછી ક્રાંતિની મશાલની જ્યોત જલતી રાખવામાં આપણા ક્રાંતિકારીઓનો ફાળો અગ્રીમ રહ્યો છે.
૧૦૦ વર્ષ પહેલા પણ એમની લાખોપતિમાં ગણત્રી થતી. આમ છતા એમણે પોતાનું કોઇ જ વીલ બનાવ્યું નહોતું. એમના અર્ધાગીની ભાનુમતીએ શ્યામજીના મૃત્યુ બાદ એમનું વસીયતનામું તૈયાર કર્યુ હતું. જેના પાવર ઓફ એટર્ની શ્યામજીના પેરીસમાં રહેતા ખાસ મિત્ર સરદારસિંહ રાણાએ ૧૯૩૬માં મેળવ્યા હતા.
શ્યામજીને કોઇ સંતાન નહોતું. પણ ભારતના નવયુવાનોના અભ્યાસ માટે એ જમાનામાં એમણે ૯૦,૦૦૦ ફ્રાન્કનું દાન આપ્યું હતું. ફ્રાન્સમાં યુનિવર્સિટી ઓફ પેરીસમાં કૃષ્ણ વર્મા ફાઉન્ડેશન છે. ફ્રાન્સ ભણવા આવવા ઇચ્છતા હિંદુ યુવાનો માટે એમણે સ્કોલરશીપ જાહેર કરી હતી. ત્યાંની સંસ્કૃત લાઇબ્રેરી માટે એમણે અનુદાન આપ્યું હતું. ચિત્રલેખાએ એમના વસિયતની ફ્રેન્ચમાંથી અંગ્રેજી અનુવાદ કરેલી કોપી મેળવી છે.
શ્યામજી ભારત માટે જાસુસી કરતા હોવાની અંગ્રેજોને દ્રઢ શંકા હતી એટલે જ એમના પર બ્રિટીશ ગુપ્તચરતંત્ર ચાંપતી નજર રાખતું. ભુજમાં રહેતા અને ૧ર૬ જેટલી જાસુસી નવલકથાથી વિખ્યાત થયેલા લેખક ગૌતમ શર્માએ એમની નવલકથામાં શ્યામસુંદર નામનું પાત્ર રાખ્યું હતું. એ પાત્ર એટલે શ્યામજી કૃષ્ણ વર્મા. લેખકે શ્યામનું પાત્ર અમર બનાવીને અંજલી આપી. આ વાત થોડા વર્ષો પહેલા સ્વર્ગસ્થ થયેલા ગૌતમ શર્માએ એમના એક મિત્રને કરી હતી.

સ્મારકો:-



ક્રાંતિ તીર્થ, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, માંડવી. તેમના લંડન ખાતેના નિવાસસ્થાન ઇન્ડિયા હાઉસ ની પ્રતિકૃતિ પાછળ દેખાય છે.
શ્યામજી કૃષ્ણ વર્માએ ભાનુમતીના ભંડોળમાંથી ૧૯પરમાં બે લાખ રૂપીયાનું અનુદાન માંડવીમાં ભાનુમતી મેટરનીટી હોસ્પીટલ માટે આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત મુંબઇના ભારતીય વિદ્યાભવનમાં સંસ્કૃતના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. પેરીસની સોરબોન યુનિવર્સિટીમાં શ્યામજીના નામના બે રૂમ છે. એમણે એમના અલભ્ય પુસ્તકો અહીં દાનમાં આપી દીધાં હતા. માંડવી અને ભુજમાં શ્યામજીનાં બાવલા છે. માંડવીમાં શ્યામજી અને ભાનુમતીના નામના માર્ગ છે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે કચ્છમાં આવી ભૂજના ખાસ સમારોહમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને કચ્છના ક્રાંતિવીરની ‘સનદ' ભારતની ધરતી પર લાવી ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેનને સુપ્રત કરી છે. જોગાનુજોગ નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના અસ્થી પરત લાવવાનું વચન પાળ્યું હતું.
જીનીવાથી જેમના અસ્થિ ભારત લવાયા બાદ જેની સનદ જેવી સ્‍મૃતિ ભેટ કચ્‍છની જનતાને અર્પણ કરવામાં આવી છે.

પુસ્તકો:-



ધ ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ. સપ્ટેમ્બર, ૧૯૦૮, લંડન
૧૯૩પમાં સૌ પહેલા ઇન્દુલાલ યાજ્ઞીકે શ્યામજી કૃષ્ણવર્મા વિશે અંગ્રેજીમાં જીવનચરિત્ર લખ્યું હતું. પહેલા ક.મા. મુનશીએ લખવાના હતા. પુસ્તક લખ્યાનાં ૧પ વર્ષ બાદ એટલે કે ૧૯પ૦માં એ પ્રકાશીત થયું એ પછી કચ્છના ગાંધી ગણાતા ગોકુલદાસ બાંભડાઇએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. શ્યામજી વિશે એક દસ્તાવેજી ફિલ્મ પણ ગુજરાતના માહીતીખાતાએ બનાવી હતી. એ સિવાય શ્યામજીને વંદના નામની એક ઓડીયો કેસેટ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ફાઉન્ડેશને બનાવી છે. ગાયક કલાકાર પ્રદીપ ગઢવીએ ગીતો લખ્યા છે અને લલીતા ઘોડાદરા સહગાયીકા છે.
૧૯૭૬-૭૭માં મિસા હેઠળ વડોદરાની જેલમાં બાબુભાઇ જશુભાઇ પટેલ, રામલાલ પરીખ, નવલભાઇ શાહ અને વિષ્ણુ પંડયા હતા. દરરોજ એક જણે પોતાના વિષય પર ભાષણ આપવું એવું નક્કી થયું હતું. વિષ્ણુભાઇ શ્યામજી કૃષ્ણ વર્મા વિશે બોલ્યા. એ પ્રસંગ બાબુભાઇને બરાબર યાદ રહી ગયો.
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે બાબુભાઇએ એમને ગુજરાતમાં સશષા ક્રાંતીના ઇતિહાસ વિશે પુસ્તક લખવાનું કહ્યું. વિષ્ણુભાઇએ એ લખ્યું અને ૧૯૮૦માં પ્રકાશીત થયું. વિષ્ણુભાઇએ શ્યામજીનું જીવન ચરિત્ર અને લંડનમાં ઇન્ડીયન સોશ્યોલોજીસ્ટ નામનાં પુસ્તક લખ્યા છે. વિષ્ણુભાઇએ માંડવીમાં શ્યામજીના નામે ઇન્ટરનેશનલ હિસ્ટ્રી સેન્ટર બનાવવા ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે.
ભુજના ધનજીભાઇ ભાનુશાળી નામના એસ.ટી.ના નિવૃત ડેપો મેનેજર શ્યામજી વિશે ઘણું લખ્યું છે. શ્યામજી વિશેનું પુસ્તક પણ એમણે પ્રકાશીત કર્યુ છે. માંડવીનાં શિક્ષિકા દક્ષાબહેન ઓઝાએ શ્યામજી વિશે હિંદીમાં પુસ્તક લખ્યું છે.

Wednesday, 3 October 2018

વ્યક્તિ વિશેષ - ભારતીય સંસ્કૃતિનું વંદનીય શિખર મહંતસ્વામી મહારાજ

📑 પૂજ્ય મહંત સ્વામી મહારાજ 📑
📑 પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની એક અનુપમ ભેટ એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારા. 13-9-1933ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારિક નામ વિનુ પટેલ હતું. સાધુ તરીકે તેમનું નામ કેશવજીવનદાસ યોગીજી મહારાજે રાખ્યું હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થા કે જે શાસ્ત્રીજી મહારાજે ૧૯૦૭માં સ્થાપી હતી તે સંસ્થા આજે વટવૃક્ષ સમાન બની ગઈ છે. આજે જગતભરમાં BAPS સંસ્થાના ૧૨૦૦થી વધુ મંદિરો છે અને સેવા ભાવના યુક્ત જીવન જીવતા 1000 થી વધુ સંતો છે.
📑 પરમ પૂજ્ય મહંત સ્વામી ને ખુબ મોટો વારસો આપીને પ્રમુખસ્વામી મહારાજ અક્ષરધામ નિવાસી થયા હતા. મહંત સ્વામી પોતાના દરેક આશીર્વાદમાં કહે છે પ્રમુખસ્વામી બધું કરીને ગયા છે મારે કાંઈ કરવાનું બાકી નથી. સંપ, સુહૃદભાવ અને એકતાના હિમાયતી એવા મહંત સ્વામી આજે પ્રમુખ સ્વામી પછી છઠ્ઠા પ્રમુખ છે. ભગવાન સ્વામિનારાયણ પછી પરંપરા આવી રીતે ચાલી આવે છે: (1) ગુણાતીતાનંદ સ્વામી (2) ભગતજી મહારાજ (3) શાસ્ત્રીજી મહારાજ (4) યોગીજી મહારાજ (5) પ્રમુખ સ્વામી મહારાજ (6) અને હવે મહંત સ્વામી મહારાજ.


📑 નવાઈની વાત છે કે પ્રમુખ સ્વામીએ ચાણસદમાં બાળપણ વિતાવેલું જયારે મહંત સ્વામી મહારાજ મધ્ય પ્રદેશના ગામ જબલપુરમાં ઉછરેલા. 1961ની સાલમાં આજથી 55 વર્ષ પહેલાં મહંત સ્વામીને યોગીજી મહારાજે દીક્ષા આપેલી. પછી સતત પંચાવન વર્ષ નિષ્ઠાપૂર્વક વિવિધ મંદિરોમાં સેવા કરતા રહ્યા. તેમની સેવાથી પ્રભાવિત થઈ 2012માં પ્રમુખ સ્વામીએ તેમને પોતાના પદના ઉત્તરાધિકારી નીમ્યા.
📑 મહંત સ્વામીના સંસારી પિતાનું નામ મણીભાઈ નારણભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબહેન પટેલ  હતું. બન્ને પતિ-પત્ની શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્યો હતા. નવાઈની વાત છે કે શાસ્ત્રીજી મહારાજે મહંત સ્વામીના જન્મ પછી તુરંત તેમના મા-બાપના ઘરે મુલાકાત લઈ પ્રથમ તેમનું પારિવારિક નામ ‘કેશવ’  રાખેલું. સંસારી વિનુભાઈ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના જન્મ સ્થળે જબલપુરમાં પૂરું ર્ક્યુ. પછી જબલપુરમાં મેટ્રીક પાસ થઈ તેઓ ત્યાંની ક્રિશ્ચિયન સ્કૂલમાં દાખલ થયા.
📑 પ્રાથમિક શિક્ષણ સાથે બાળ વિનુએ ૧૨મા ધોરણનો અભ્યાસ જબલપુરની ક્રિસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી જ કર્યો હતો. જ્યારે આગળ જતા એક ધરતીપુત્ર તરીકે તેમણે પોતાના ઉચ્ચતર અભ્યાસ માટે ખેતી વિષયમાં આણંદની યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી બેચલર્સ ઈન એગ્રિકલ્ચરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. . તમને નવાઈ લાગશે કે મહંત સ્વામી ખેતીવાડીની કોલેજના ગ્રેજ્યુએટ છે!
📑 તેઓ કોલેજના અભ્યાસકાળ દરમિયાન વર્ષ ૧૯૫૧-૫૨ ના સમયગાળા દરમિયાન તેઓ યોગીજી મહારાજને મળ્યા અને તેમના વિચાર, તેમની જીવન પદ્ધતિ અને તેમના નિ:સ્વાર્થ પ્રેમની ભાવના જોઈને ખૂબ જ ભાવવિભોર થઈ ગયા. આગળ જતા મહંતસ્વામીએ પોતાના સ્વભાવને ધીમે ધીમે સંતના સાનિધ્યમાં વધારે વખત વિતાવવાનું શરૂ કર્યું. તેઓ તેમના અભ્યાસકાળમાં કોલેજના વેકેશન સમયમાં તેમનો મોટો વખત યોગીજી મહારાજ સાથે જ વિતાવતા હતા. તેમની નિર્ગુણ ભક્તિ સાથે નિ:સ્વાર્થ સેવાએ બાળક વિનુમાંથી યુવા વિનુને આત્મચિંતન કરીને અધ્યાત્મની લગની લગાવી આપી હતી. આગળ જતા તેમણે આધ્યાત્મિક જીવનમાં પોતાની જાતને વાળવાનો નિર્ણય લીધો ત્યારબાદ તેમને પ્રથમ પાર્ષદી દીક્ષા બીજી ફેબ્રુઆરી ૧૯૫૭ના રોજ પ્રાપ્ત થઈ.
📑 આ સમયે તેઓ ૨૪ વર્ષના હતા. પાર્ષદી દીક્ષા મળ્યા પછી તેમને વિનુ ભગત નામ આપવામાં આવ્યું. જ્યારે યોગીજી મહારાજ કોઈ સત્સંગ પ્રસંગે યાત્રા પ્રવાસ કરતા ત્યારે તેમની સાથે રહીને વિનુ ભગત પત્ર લેખનની સેવા કરતા. ૧૧ મે ૧૯૬૧ના રોજ વિનુ ભગતને ભાગવતી દીક્ષા આપવામાં આવી ત્યારે તેઓ ૨૮ વર્ષના હતા. ગઢડામાં તેમને ભાગવતી દીક્ષા આપી અને તે દિવસે નામ પાડ્યું : સાધુ કેશવજીવનદાસ.
📑 ૫૧ યુવા સંતોને મુંબઈના દાદરના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનું અધ્યયન કરવા માટે આજ્ઞા થઈ. અહીંયા સાધુ કેશવજીવનદાસજીને આ ૫૧ યુવાઓના ગ્રૂપના મુખ્યપદે નિયુક્ત કરવામાં આવ્યા. આ રીતે અનેકવિધ સંઘર્ષ સાથે આધ્યાત્મિક જિજ્ઞાસા અને જ્ઞાનપિપાસાએ બાળ વિનુને યોગીજી મહારાજનું સાંનિધ્ય કરાવ્યું અને તેમાંથી બાળ વિનુમાંથી વિનુ ભગત અને પછી સ્વામી કેશવજીવનદાસ અને પછી મહંત સ્વામી તરીકે સહુએ સંબોધ્યા.
📑 ૧૯૫૧માં મહંત સ્વામી, પ્રમુખ સ્વામીને મળ્યા. અને તેમની સાથે દેશ પરદેશમાં ધાર્મિક પ્રવાસ ર્ક્યો. પ્રમુખ સ્વામીએ સદગુરુ સંતોની હાજરીમાં અમદાવાદમાં ૨૦-૦૭-૨૦૧૨માં મહંત સ્વામીને પોતાના ઉત્તરાધિકારી નીમ્યા હતા. ત્યારબાદ ૧૩ ઓગસ્ટ-૨૦૧૬ના રોજ પ્રમુખસ્વામીના અક્ષરધામ ગમન બાદ મહંતસ્વામીને બી.એ.પી.એસ. પ્રમુખપદે નિયુક્ત કરવામાં આવ્યા. તા. ૨૨ જુલાઇ, ૨૦૧૭ના રોજ ટોરન્ટો શહેરના મેયર જ્હૉન ટોરી દ્વારા સ્વામિનારાયણ મંદિરની ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપ તેમને ટોરન્ટો ટાઉનના ચાવીરૂપ વ્યક્તિ વિશેષ (key to the city) તરીકે સંબોધ્યા. અત્યારે મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયા દેશના ધર્મ પ્રવાસે છે.
📑 આ રીતે મહંત સ્વામીએ ૮૩ વર્ષની વયે પ્રમુખ સ્વામીના અક્ષરધામ ગમન બાદ વિધિવત રીતે BAPS સંસ્થાનું પ્રમુખપદ સંભાળ્યું. પરંતુ વિનમ્રતાની પરાકાષ્ઠા ગુરુના તમામ શિષ્યોમાં હોય એ વાતની પ્રતીતિ ત્યારે થઈ જ્યારે મહંત સ્વામીએ પ્રમુખ સ્વામીની પ્રથમ પ્રાથના સભા માં પ્રથમ સંબોધનમાં કહ્યું કે, જે કરવાનું હતું તે તો પ્રમુખ સ્વામી મહારાજે બધું કરી જ દીધું છે. હવે આપણે તેમના કાર્યોને અને તેમના ધ્યેયને વધુ સારી રીતે પાર પાડવાની જવાબદારી પૂરી કરવાની છે.
📑 આ રીતે યોગીજી મહારાજના અગ્રગણ્ય શિષ્યોમાં પ્રમુખસ્વામી બાદ મહંતસ્વામી જેમણે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીના મૂલ્યોનું સત્સંગીઓમાં તો ઊંડે ઊંડે આચરણ કરાવ્યું જ પણ તે સાથે એક ઉચ્ચ કોટિના સંત હોવા છતાં તેનો લેશમાત્ર પણ અહંકાર કે પદના કોઈ અધિકારીપણાનો કોઈ દંભ કર્યા વગર પ્રમુખ સ્વામીએ કરેલા કાર્યોને જગતમાં વધુને વધુ ફેલાવી લોકોપયોગી થઈ સમાજને એક તાંતણે બાંધવા માટેની તેમની જવાબદારી સ્વીકારી ભગવાન સ્વામિનારાયણની અવિરત સેવા અને તેની સાથે જ દીન-દુ:ખિયાની સેવાનો ભેખ લઈ આજે વિશ્વ સમુદાયને એક તાંતણે બાંધવાનું કાર્ય કરે છે. પ્રમુખ સ્વામીએ જે રીતે કર્મ સાથે ધર્મના મૂલ્યો સમજાવ્યા હતા તે મુજબ સંસાર સાગરને પાર ઉતારવા માટે અક્ષર પુરુષોત્તમનો આશ્રય કરીએ તો આપણે કંઈ કરવાનું જ ન રહે બધું જ ભગવાન કરશે અને સારું જ કરશે એવો દ્રઢ મનોભાવ પણ વ્યક્ત કર્યો.
📑 પ.પૂ. મહંત સ્વામી એ સર્વે ભક્તોને આધ્યાત્મ સાથે બાંધીને પોતાની જીવન નૌકાને પાર પાડવા માટેના આહવાન સાથે સત્સંગમાં જોડાઈ જીવન સફરને ઉન્નત કરવાનું આહવાન કર્યું છે. મહંત સ્વામીજીના આ સંદેશ સાથે સર્વે ભાવિક ભક્તો અને સત્સંગીઓને શુભેચ્છાઓ સાથે જય સ્વામિનારાયણ…!



મહંતસ્વામી મહારાજ

Mahantswami Maharaj Videos, Indian Spiritual Hindu Guru Mahantswami Maharaj Gujarati Clips, હિન્દૂ ગુરુ મહંતસ્વામી મહારાજ વીડિયો
Mahantswami Maharaj Videos, Indian Spiritual Hindu Guru Mahantswami Maharaj Gujarati Clips, હિન્દૂ ગુરુ મહંતસ્વામી મહારાજ વીડિયો
Mahantswami Maharaj Videos, Indian Spiritual Hindu Guru Mahantswami Maharaj Gujarati Clips, હિન્દૂ ગુરુ મહંતસ્વામી મહારાજ વીડિયો
Mahantswami Maharaj Videos, Indian Spiritual Hindu Guru Mahantswami Maharaj Gujarati Clips, હિન્દૂ ગુરુ મહંતસ્વામી મહારાજ વીડિયો

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.