Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Wednesday, 31 October 2018

ફોનના રેડીયેશનની બાળકો પર થતી અસર

📴 ફોનના રેડીયેશનથી બાળકોને થાય છે આ માઠી અસર… દરેક પેરેન્ટ્સ જાણે આ ખાસ માહિતી...

📴 બાળકોમાં થતી ટેકનોલોજીની આડઅસર 📴 
📴 મિત્રો તમે પરિચિત જ છો કે આજના ટેકનીકલ યુગમાં કોમ્પ્યુટર અને મોબાઈલ ફોનનો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. એટલું જ નહિ બાળકોને ભલે ભણવાનું ન આવડે પણ મોબાઈલમાં બધું આવડતું હોય છે. કોમ્પ્યુટર અને મોબાઈલના ઉપયોગથી બાળકો સ્માર્ટ તો બને છે. પરંતુ વધારે પડતા ઉપયોગથી તે નુંકશાન પણ કરે છે. માટે ખુબ જ જરૂરી છે કે આપણે બાળકોને ટેકનોલોજીથી એડિક બનતા અટકાવીએ.
📴 તેમાં કોઈ શંકા નથી કે મોબાઈલ ફોન અને સોસીયલ નેટવર્કીંગ સીટની આપણે કોઈ પણ વ્યક્તિનો સેકન્ડમાં કનેક્ટેડ કરી શકીએ છીએ. માતા પિતા પણ આવું વિચારી પોતાના બાળકોને નાની ઉમરમાં જ મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરતા શીખવી દે છે. આજકાલ લગભગ પેરેન્ટ્સ વર્કિંગ હોય છે તેથી તેમના બાળકો સાથે કોન્ટેક્ટ રહે તે માટે બાળકોને મોબાઈલ ફોન આપી સેફ્ટી જાળવતા તમે જોયા હશે. પરંતુ સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે બાળક તેનો આદતી બની જાય છે.
📴 ઘણા પેરેન્ટ્સ એવા પણ જોયા હશે કે જે બાળકને ચુપ કરાવવા માટે હાથમાં સ્માર્ટ ફોન આપી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો તે ટેવથી બાળકનો અભ્યાસ અને રોજીંદી દિનચર્યા બંને ખોરવાઈ છે.
📴 ટેકનોલોજી એટલે મોબાઈલ કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરે અને આ બધી ટેકનોલોજી આજે આપણી એક જરૂરત બનીને રહી ગઈ છે. આ ટેકનોલોજી જિંદગીને સરળ બનાવે છે. પરંતુ આ જરૂરત જ્યારે હદથી વધારે આગળ વધી જાય છે. તમે મોબાઈલ કે સોસીયલ નેટવર્કીંગ સાઈટ પર તમારો વધારે સમય વિતાવવા લાગો. તમે તેના વગર એક કલાક પણ રહી ના શકો તો તેને ટેકનોલોજીનું એડીક્શન કહેવાય.
📴 રીચર્સ પ્રમાણે જાણવા મળ્યું છે કે બાળકો વધારે પડતા આ એડીક્શનનો શિકાર બને છે. જો કે યુવાનોને પણ કમ ન આંકી શકાય. પરંતુ બાળક પર તેની અસર ઝડપથી થવા લાગે છે. મિત્રો 15 થી 16 વર્ષ પહેલાના બાળકોને મોબાઈલ કે કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ આજના વ્યસ્ત જમાનામાં માતા પિતા બાળકોને ખુબ જ નાની ઉમરમાં મોબાઈલ ફોન હાથમાં પકડાવી દે છે. અને એક વાર આ ટેકનોલોજી બાળકના હાથમાં નાની ઉમરમાં જ આવી જાય તો બાળક ઈન્ટરનેટ, ઓનલાઈન ગેમ્સ અને સોસીયલ નેટવર્કીંગને જ પોતાની દુનિયા માને છે. કોઈ પણ પેરેન્ટ્સ પોતાના બાળકને મોબાઈલ આપતા પહેલા તેની આડઅસરો વિશે જાણી લેવું જોઈએ. 


📴 ટેકનોલોજીથી થતી આડઅસરો :-
👉બાળકનું શાળાએ ક્લાસમાં વ્યવસ્થિત ધ્યાન કેન્દ્રિત થતું નથી. બાળકને શાળાએ પણ ઊંઘ આવે છે. લગભગ દરેક સમયે તે ઊંઘના મૂડમાં રહે છે.
👉બાળક પોતાનું વર્ક સમયે પૂરું કરી શકતો નથી. તે ટેકનોલોજીથી દિવસો જતા વધારે ને વધારે એડિક થતું જાય છે. તેમજ તેનું એકેડેમિક પર્ફોમન્સ દિવસે દિવસે નિમ્ન સ્તરે જતું જણાય છે.
👉ખાવા પીવાની આદતો બદલાય જાય છે. ટેકનોલોજી પાછળ તેને ખાવા પીવા કે સુવા પ્રત્યે કોઈ ધ્યાન રહેતું નથી. મિત્રોને મળવા તથા ઘરણ સભ્યો સાથે હળીમળીને વાતો કરવાને બદલે બાળક પોતાનો સમય કોમ્પ્યુટર અને મોબાઈલ પર વિતાવવાનું પસંદ કરે છે. જ્યારે તે બાળકનો સર્વાંગી વિકાસ અટકાવે છે.
👉કોમ્પ્યુટર અને વિડીયો ગેમના ચક્કરમાં ખોટું બોલવાનું શરુ કરી દે છે. સામાજિક વાતાવરણમાં ભળી શકતા નથી. બાળક પરિવારમાં કોઈ સાથે હળીમળીને વાત કરતા અચકાય છે. તેમજ આઉટડોર ગેમ્સ બાળકને કંટાળાજન્ય લાગે છે.
👉જો તે ઓનલાઈન ન હોય તેની પાસે મોબાઈલ ના હોય કે તેને તે ટેકનોલોજીથી દુર કરવામાં આવે તો તે અજીબ પ્રકારનું વર્તન કરે છે. ચિડીયાપણું તેના ચહેરા પર ચોખ્ખું દેખાઈ આવે છે. જ્યારે તેની પાસે ટેકનોલોજી થોડી વાર માટે ન હોય ત્યારે પણ તેના વિશે વિચારતો રહે છે.

📴 આ ઉપરાંત બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થઇ શકે છે.
👉 બાળક ઓબેસિટી હાઇપરટેન્શન તથા ઇન્સોમનીઆનો શિકાર થઇ શકે છે.
👉 સતત સ્ક્રીન પર જોવાથી આંખ પર ટ્રેસ પડે છે. તેમજ આઈ પાવર નબળું પડે છે.
👉 બાળક કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનો શિકાર થઇ શકે છે.
👉 બાળકનો ગરદન અને ખભામાં દુઃખાવો થાય છે.
👉 નાની ઉમરમાં જ કમર તેમજ પીઠનો દુઃખાવો થાય છે.
👉 આ ઉપરાંત કોન્સન્ટ્રેશનમાં કમી આવી જાય છે.

📴 એડીક્શનથી બાળકને રોકવા શું કરવું જોઈએ પેરેન્ટ્સ :-
👉 બાળકના મોબાઈલ કોમ્પ્યુટરના ઉપયોગ પર સમય નિયંત્રણ રાખવું.
👉 બાળકના મોબાઈલ લેપટોપ કે કોઈ ગેઝેટ આપતા પહેલા તેના માટે રૂલ્સ બનાવી લેવા જોઈએ. અને બાળકને તે ટુલ્સ અનુસરવા કહેવું જોઈએ.
👉 મોડી રાત સુધી બાળકને ગેઝેટ્સનો ઉપયોગ ન કરવા આપવો. અને એમને જોતા તમારે પણ ગેજેટ નો ઉપયોગ મોડે સુધી ના કરવો
👉 તેની એક્ટીવીટીની સંપૂર્ણ માહિતી રાખવી.
👉 આજકાલ એવા સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે. જે સાઈટને ફિલ્ટર કરી આપે છે. જેથી કોઈ અશ્લીલ સાઈટ્સ ઓપન ન થાય . આ ખાસ કાળજી રાખવી.
👉 બાળકને ટેકનોલોજીના વધારે પડતા ઉપયોગના નુકશાન વિશે સમજાવવું. તેમને સતર્ક કરવા.
            આજના હાઈટેક યુગમાં બાળકને સંપૂર્ણ રીતે ટેકનોલોજીથી દુર રાખવા શક્ય નથી. પરંતુ બાળકને તેનાથી એડિક થતા અટકાવી શકાય છે એ માટે નો બેસ્ટ ઉપાય એજ છે કે તેમને વધારે સમય માટે ફોનજ ના આપવો.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.