Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Thursday, 27 September 2018

વ્યક્તિ વિશેષ - ડૉ. હોમી જહાંગીર ભાભા

📙 ડૉ. હોમી જહાંગીર ભાભા 📙
📍 હોમી જહાંગીર ભાભાનો જન્મ ઇ.સ. ૧૯૦૯ના ઓક્ટોબરની ૩૦ મી એ એક સુખી સંસ્કારી પારસી કુટુંબમાં થયો હતો.તેમના પિતા જહાંગીર એચ.ભાભા ઓક્સફર્ડ વિશ્વવિધાલયના અનાતક હતા અને એક સફળ વકીલ હતા. હોમી ભાભા મુંબઇની કેથેડ્રલ અને જહોન કોનન શાળાના તેજસ્વી વિધાર્થી હતા. શાળાકીય અભ્યાસની સાથોસાથ તેમને કવિતા, સંગીત અને ચિત્રો દોરવામાં ખાસ રુચિ હતી.પિતાની ઇચ્છા તેમને ઇજનેર બનાવવાની હતી, અને તેમને પદાર્થ-વિજ્ઞાનનો અભ્યાસ કરવો હતો. પણ પ્રથમ પિતાની ઇચ્છા પૂરી કરવા તેઓ યાંત્રિક વિજ્ઞાનનો અભ્યાસ આરંભ્યો. અભ્યાસ પૂર્ણ કરી તેઓ પશ્ચિમના દેશોની વિજ્ઞાન-સફરે ગયા. ત્યાં તેમણે બાર વર્ષ સુધી પશ્ચિમના અનેક જાણીતા વિજ્ઞાનીઓ સાથે કામ કર્યુ. ઇ.સ. ૧૯૩૯માં તેઓ કેમ્બ્રીજથી રજાઓ ગાળવા ભારત આવ્યા અને વિશ્વ યુધ્ધ શરૂ થતાં પાછા ફરવાનું માંડી વાળી બેંગ્લોરના ધ ઇન્ડિયન ઇન્સિટીટ્યૂટ ઓફ સાયન્સમાં કામ આરંભ્યું. 

📍 પિતાના વિચારને અનુસરીને તેઓ વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ તરફ વળ્યા.ત્યારબાદ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરવાની તક મળી. તેમણે માત્ર સંશોધનમાં જ પોતાનો સમય વ્યતીત ન કર્યો, પરંતુ ભારતના ભાવિને નજર સમક્ષ રાખીને તેમણે તેજસ્વી સ્નાતકોને વિજ્ઞાનની લગની લગાડવાનું ભગીરથ કાર્ય કર્યુંહતું. તેની મહત્વની શોધોનો ઉલ્લેખ કરીએ તો વિશ્વ કિરણોને લગતુ સંશોધન, પરમાણુ ભટ્ઠીમાં ફરી ફરી મૂળ પદાર્થો વાપરી સસ્તું બળતણ મેળવવું,મેસનકણોની શોધ વગેરે સવિશેષ છે.
📍 આજે ભારતમાં આપણે જે કંઇ અણુશક્તિ આધારિત ઉદ્યોગો, વિદ્યુતઘરો અને ભારે ઉદ્યોગો જોઇએ છીએ એનુ શ્રેય આ મહાન વૈજ્ઞાનિકને ફાળેજાય છે. તેમની પાસે રચનાત્મક અભિગમ હતો. તેઓ શાંતિના ઉપાસક હતા. ટાટા રસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં એકી સાથે ત્રણસો જેટલા વૈજ્ઞાનિકોને ઉચ્ચકક્ષાની તાલીમ આપતા.
📍 ‘અણુશક્તિનો માનવજાતિના લાભાર્થે ઉપયોગ’ આ વિષય ઉપર સંશોધન કરવા તેમણે ‘ધી તાતા ઇન્સિટીટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ’ અને પછીથી ‘ધ એટમિક એનર્જી એસ્ટાબ્લિશમેન’ નામની સંસ્થા અથપી. અને ગણતરીના સમયમાં જ તેમની ઇચ્છા મુજબ તેમાં આશાસ્પદ યુવાન વિજ્ઞાનીઓનો સમૂહ કામ કરતો થયો. ભારતે વિકાસ સાધવો હોય તો પુષ્કળ વિધુતશક્તિનું ઉત્પાદન કરવું જોઇએ. પણ એ માટે બીજા સાધનો પૂરતાં ન હોવાથી તેણે અણુશક્તિ પર આધાર રાખવો રહ્યો. આ વાત ઉતારી એમના આશીર્વાદ સાથે હોમી ભાભાએ સમગ્ર ભારતમાં અણુશક્તિનો કાર્યક્રમ હાથ ધર્યો.

📍 વિધુત ઉત્પન્ન કરવા માટે દેશના જુદા જુદા ભાગોમાં અણુભઠ્ઠીઓ શરૂ કરવામાં આવી. આજે પણ ગુજરાત અને મહારષ્ટ્ર તારાપોર ખાતે આવેલા અણુશક્તિ કેન્દ્રમાંથી વીજળી મેળવે છે. તેઓ એવું દ્રઢપણે માનતા કે વિજ્ઞાનીઓના સારા કામને હંમેશા બિરદાવી પ્રોત્સાહન આપવું જોઇએ. હોમી ભાભા એક અચ્છા ચિત્રકાર પણ હતા. તેમની પાસે ચિત્રો દોરવા જેટલો સમય ના રહેતાં તેઓ ભારતના ચિત્રકારોનાં ચિત્રો ખરીદીને તેમને પ્રોત્સાહિત કરતા. જ્યારે ભારતને તેમની ખરેખર જરૂર હતી ત્યારે ઇ.સ. ૧૯૬૬ ના જાન્યુઆરીની ૨૩ મી એ તેઓ વિમાની અક્સ્માતમાં મૃત્યુ પામ્યા, જે શોચનીય છે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.