Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


► નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

► ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

► NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

► ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

► વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

► INSPIRE AWARDS DETAIL

► ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

► ધોરણ 10 પછી શું કરશો ?

► ધોરણ 12 પછી શું કરશો ?

► સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Thursday, 27 September 2018

સાબરમતી આશ્રમ

🎪 ગાંધી આશ્રમ 🎪

Jump to navigationJump to search
સાબરમતી આશ્રમ

સાબરમતી આશ્રમ, અમદાવાદ
સાબરમતી આશ્રમ is located in Gujarat
સાબરમતી આશ્રમ
સાબરમતી આશ્રમ
સાબરમતી આશ્રમનું ગુજરાતમાં સ્થાન
નામ
બીજા નામો:ગાંધી આશ્રમ, હરીજન આશ્રમ
ખરૂં નામ:સાબરમતી આશ્રમ
સ્થાન
દેશ:ભારત
રાજ્ય:ગુજરાત
સ્થાન:સાબરમતી, અમદાવાદ
અક્ષાંસ-રેખાંશ:23°03′36″N 72°34′51″E
ઇતિહાસ
બાંધકામ તારીખ:
(હાલનું માળખું)
૧૭ જૂન ૧૯૧૭
સ્થપતિ:ચાર્લ્સ કોરિયા
વેબસાઇટ:www.gandhiashramsabarmati.org

સાબરમતી આશ્રમ, અમદાવાદ

🎪સાબરમતી આશ્રમ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વહીવટી મથક અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ કરી હતી.

🎪ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. આજે પણ ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.
🎪 સંગ્રહાલયની વિશેષતા:- 
  • ‘મારું જીવન એ જ મારો સંદેશ’ ગેલેરી, જેમાં ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે.[૧]
  • ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે.
  • ભવ્યકદની ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી
  • પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.
  • વાંચનખંડ સાથે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગાંધીજીના જીવન, કામ, ઉપદેશો, ભારતીય સ્વતંત્ર્તા ચળવળ અને તેને સંબંધિત વિષયો પર આશરે ૩૫ હજાર જેટલા પુસ્તકો અને ૮૦ જેટલા સામાયિકો ધરાવતું પુસ્તકાલય.
  • આર્કાઈવ્સ(સંગ્રહ)માં ગાંધીજીએ લખેલા અને તેમને મળેલા આશરે ૩૪,૧૧૭  પત્રો મૂળ અને ફોટોકોપી, હરિજન, હરિજનસેવક અને હરિજનબંધુમાં પ્રકાશિત થયેલા આશરે ૮૭૮૧ જેટલા ગાધીજીએ લખેલા લેખોની હસ્તપ્રતો, અને આશરે 6 હજાર જેચલા ગાંધીજી અને તેમના સાથીઓના ફોટાઓ સામેલ છે.
  • આશ્રમનું મહત્ત્વનું સીમાચિહ્ન ગાંધીજીની કુટિર ‘હૃદયકુંજ’  જેમાં ગાંધીજીના અંગત અવશેષો દર્શાવવામાં આવ્યા છે.
  • આશ્રમ પુસ્તક ભંડાર, બિન નફાકારકતાના દરે ગાંધીજી અને તેમના જીવનકાર્યને લગતું સાહિત્ય અને સંસ્મરણીય વેચે છે જે સ્થાનિક કારીગરોને મદદરૂપ બને છે.

🎪 આશ્રમની પ્રવૃત્તિઓ:- 

ચરખો
  • સાબરમતી આશ્રમમાં દર વર્ષે ૭ લાખ જેટલા મુલાકાતીઓ આવે છે જેમની જરૂરતોનું ધ્યાન રાખવામાં આવે છે. આશ્રમ આખું વર્ષ મુલાકાતીઓ માટે સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે.
  • આર્કાઈવ્ઝ સામગ્રી જેવી કે લખાણો, ફોટાઓ, પેઈન્ટિંગ્સ, વોઈસ-રેકોર્ડઝ, ફિલ્મસ અને વ્યક્તિગત અસરોને ભેગી કરવી, પ્રક્રિયા કરવી, સાચવવી અને તેને પ્રદર્શિત કરવી.
  • ગાંધીજી દ્વારા ખાદી બનાવવામાં માટે વાપરવામાં આવેલો ચરખો અને તેમનું ટેબલ જેના પર તેઓ પત્રો લખતા હતા તે અમૂલ્ય વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે.
  • માઈક્રોફિલ્મિંગ, લેમિનેશન અને ફોટાના નેગેટિવ્સની સાચવણી.
  • ગાંધીજીના જીવન, સાહિત્ય અને પ્રવૃત્તિઓના જુદા જુદા ભાગોના પ્રદર્શનની ગોઠવણી.
  • ‘મહાદેવભાની ડાયરી’નું પ્રકાશન જે ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષના ઈતિહાસનું વર્ણન કરે છે.
  • આશ્રમ ટ્રસ્ટ મુલાકાતીઓ અને સમુદાયો માટે શિક્ષણ અને સંગ્રહાલય અને તેની આસપાસના મેદાનો તેમજ ઈમારતોની નિયમિતપણે જાળવણી જેવી પ્રવૃત્તિ માટે ભંડોળ પૂરુ પાડે છે.
  • ગાંધીજીના વિચારો પર અભ્યાસ કરવો અને તેના પર થતા સંશોધનમાં મદદરૂપ થવું. જેમને મદદ કરવામાં આવી છે તેમના સંપર્કમાં રહેવું. સાહિત્ય સાથે અભ્યાસ અને સંશોધનના પરિણામને લોકોના ફાયદા માટે પ્રકાશિત કરવું.
  • ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા પ્રસંગોનું પાલન કરવું.
  • યુવાનો અને વિદ્યાર્થીગણ સાથે સંપર્ક સાધી રાખવો અને તેમને ગાંધીજીના વિચારો પર અભ્યાસ કરવા માટેની સુવિધા પૂરી પાડવી.

🎪 છબીઓ:- 

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.