🎪 હવા મહેલ 🎪
🎪 હવા મહેલએ રાજસ્થાનના પાટનગર જયપુરમાં બંધાયેલો સુંદર મહેલ છે. આ મહેલ તેના આગવા બાંધકામ માટે ખાસ જાણીતો છે. મહારાજા સવાઈ પ્રતાપસિંહે ઈ.સ. ૧૭૯૯માં આ મહેલ બંધાવ્યો હતો અને તેનો આકાર હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના મુગટ જેવો બનાવવામાં આવ્યો હતો. આ પાંચ માળ ઊંચા મહેલનો બાહ્ય દેખાવ મધપૂડાની રચનાને પણ મળતો આવે છે. તેમાં ઝરૂખા તરીકે ઓળખાતી ૯૫૩ બારીઓ છે, જે સુંદર નકશીદાર જાળીથી સુશોભિત છે. મહેલની રાણીઓ જે સખત રીતે પડદા પ્રથા પાળતી તેઓ કોઈને દેખાયા વગર શહેર અને ગલીઓનું રોજિંદું જીવન જોઈ શકે તે માટે આ પ્રકારની નકશીદાર જાળી બનાવડાવામાં આવી હતી.
🎪 લાલ અને ગુલાબી રેતીયા પથ્થરનો બનેલો આ મહેલ જયપુર શહેરના હાર્દમાં આવેલા વાણિજિયક ક્ષેત્રમાં છે. આ જયપુર સિટી પેલેસનો એક ભાગ છે. તે જનાના (રાણીવાસ) સુધી વિસ્તરેલો છે. વહેલી સવારના પહોરમાં સૂર્યના સોનેરી પ્રકાશમાં તે ખરેખર અત્યંત સુંદર દેખાય છે.
ઈતિહાસ
🎪 રાજસ્થાનના કયવાહા વંશના આમેરના મહારાજા સવાઈ જયસિંહ. આ મહેલના મૂળ કલ્પના કર્તા હતા. જેમણે ઈ.સ. ૧૭૨૭માં જયપુર શહેર વસાવ્યું. જોકે બાદમાં તેમના પૌત્ર અને સવાઈ માધવસિંહના પુત્ર સવાઈ પ્રતાપ સિંહએ ૧૭૯૯માં આ મહેલ બંધાવ્યો. પ્રતાપસિંહ હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા, આથી તેમણે તેમને સમર્પણ કરતાં મહેલનો આકાર શ્રી કૃષ્ણના મુગટ જેવો બનાવડાવ્યો હતો. જોકે આ વાતનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી, પણ કહેવાય છે કે રાજ પરિવારની મહિલાઓ જેમને સખત પડદા પ્રથામાં રખાતી તેઓ શહેરની ગલીઓનું રોજિંદંુ જીવન, સરઘસ, તહેવાર આદિની રોનક ઈત્યાદિ જોઈ શકે તે હેતુથી આના ઝરૂખામાં પથ્થરની નકશીદાર જાળીઓ બેસાડવામાં આવી હતી. હવા મહેલે તે સમયની પડદા પ્રથાનું કાર્ય અનોખી અદાથી કર્યું એમ કહી શકાય. તેની જાહોજલાલી એકવાર જોતાં જ મન આકર્ષી લે તેવી હતી. વળી સુંદરતામાં પણ આ મહેલ બેનમૂન ગણાતો. જયપુરનો રાજ પરિવાર આ મહેલને તેમના ઉનાળુ નિવાસ તરીકે પણ વાપરતો કેમ કે તેની જાળીદાર રચના ઉનાળામાં જરૂરી ઠંડક પૂરી પાડતી.
🎪 આ મહેલ, જેને “કાલ્પનિક વાસ્તુકળાનો નમૂનો” કહે છે, તે જયપુર શહેરની ઉત્તરમાં ઓલાં બડી ચૌપાડ નામના એક મુખ્ય નાકા પર આવેલો છે. જયપુર આવતાં તમામ પર્યટકો હવા મહેલ જોવાનું ક્યારેય ચૂકતાં નથી, અહીં વિદેશથી પણ લોકો હવા મહેલનું બાંધકામ અને નકશીકામ જોવા આવે છે. હવા મહેલ લોકોનું મન તરત મોહી લે છે.
🎪 હવા મહેલમાં પ્રવેશ સામેથી નહીં પણ બાજુના રસ્તાની અંતમાંથી થાય છે. કહેવાય છે કે તે સમયે હવા મહેલ એ રાણીઓનું પ્રિય સ્થાન ગણાતું.
🎪 'પેલેસ ઓફ વિન્ડ' એટલે કે હવા મહેલ જયપુર જ નહીં પરંતુ આખા રાજસ્થાનની ઓળખ છે. ગુલાબી અને લાલ પથ્થરોથી બનેલો આ હવા મહેલ પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરની સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે. ખાસ કરીને રાણીઓ માટે બનાવવામાં આવેલા આ મહેલમાં કુલ 953 બારીઓ છે. ઠાકુર પ્રહલાદસિંહનો એક રસપ્રદ કિસ્સો છે જે તેણે 'ધી હવામહલ: ઈનક્રેડિબલ પેલે ઓફ વિન્ડ્સ'માં લખ્યું છે, 'એક દિવસ પ્રતાપસિંહ, રાણીવાસથી તેમની 12 મહારાણીઓ, છ પાસવાનો અને એક નર્તકીની રાહ જોઈ રહ્યા હતા'
- તેમને બોલાવવા હિજડાઓને મોકલવામાં આવ્યા પરંતુ તેઓ આવી નહીં અને કોઈ કારણ પણ જણાવ્યું ન હતું.
- ગુસ્સે થઈને પ્રતાપસિંહે હિજડાઓ સાથે સંદેશ મોકલ્યો કે જો તેઓ નહીં આવે તો મહારાજા રાજમહેલ છોડીને અજ્ઞાતવાસમાં જતા રહેશે.
- આ સાંભળીને ડરીને મહિલાઓ આવી. ગુસ્સે થયેલા રાજાએ મહિલાઓને કારણ પૂછ્યું તો બધાએ એક સ્વરમાં જણાવ્યું કે રાજપ્રાસાદમાં બધી સુખ સુવિધાઓ છે પરંતુ દરવાજા-બારીઓથી તે શહેર અને તીજનો તહેવાર જોવા માંગે છે.
- મહારાજાએ ધ્યાનથી મહિલાઓની વ્યથા સાંભળીને કહ્યું કે તેઓ તેમના માટે એવો મહેલ બનાવશે જેની તેઓ કલ્પના પણ નહીં કરી શકે.
- પ્રતાપસિંહ આર્કિટેક લાલચન્દ્ર ઉસ્તાને બોલાવ્યા અને કહ્યું કે સ્થાનની પસંદગી એવી હોય જે ચન્દ્રમહેલની પાસે હોય.
- મહેલ એવો હોવો જોઈએ કે રાણી બહાર જોઈ શકે પરંતુ બહારથી કોઈ અંદર ના જોઈ શકે. હવા-પાણીની વ્યવસ્થા હોય અને મહેલ તેની કવિ દિમાગની કલ્પના પ્રમાણે હોય. અને જે તૈયાર થયો તે હવા મહેલ હતો.
ભગવાન કૃષ્ણના તાજ જેવી છે મહેલની આકૃતિ
- આ મહેલની આકૃતિ ભગવાન કૃષ્ણના તાજની કલ્પના કરીને બનાવવામાં આવી હતી.
- સન 1799માં મહારાજ સવાઈ પ્રતાપ સિંહે આનું નિર્માણ કરાવ્યું હતું.
- મહેલને ખાસ પ્રસંગ પર રાણીઓને બેસવા માટે બનાવ્યો હતો.
પાંચ માળનો છે મહેલ
દુનિયાભરમાં ચર્ચિત હવા મહેલ અંદર અને બહાર બંને તરફથી ખૂબ જ સુંદર છે. દર વર્ષે દુનિયાભરના લોકો મહેલ જોવા જયપુર આવે છે. પાંચ માળના મહેલમાં વધુ સીડીઓ નથી.





No comments:
Post a Comment