Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


► નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

► ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

► NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

► ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

► વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

► INSPIRE AWARDS DETAIL

► ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

► ધોરણ 10 પછી શું કરશો ?

► ધોરણ 12 પછી શું કરશો ?

► સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Tuesday, 25 September 2018

સોમનાથ મંદિર

🎪 સોમનાથ મંદિરનો ઈતિહાસ 🎪
🎪 સોમનાથ મંદિર ભારતનું એક અગત્‍યનું યાત્રાધામ છે જેનું નિર્માણ ઇ.સ. ૧૯૫૦માં કરવામાં આવ્‍યું હતું. સોમનાથ મંદિરનો સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્‍યો છે. ભગવાન સોમનાથ ભૈરવેશ્વર સત્‍યુગમાં, શ્રવણીકેશ્વર ત્રેતાયુગમાં અને શ્રીગલેશ્વર દ્વાપર યુગમાં ના નામે ઓળખાય છે.સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. 

🎪 દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રના 24 નક્ષત્રો સાથે તેમના લગ્ન થયા હતા પણ તેમને બે રાણી પ્રિય હતી માટે બીજી રાણીઓ તેનાથી દુઃખી થઇ અને તેના પિતા પાસે ગઇ. દક્ષ રાજાએ ચંદ્રને તેની શક્તિ ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો. ત્યારે તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તે બાદ શિવજીની કૃપાથી 15 દિવસ અજવાળુ અને 15 દિવસ અંધરાનો ચંદ્ર થાય છે. માટે તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું.

🚌 કેવી રીતે પહોંચશો - સોમનાથ:- 
✈ નજીકનું હવાઇમથક કેશોદ (૧૨૫ કિ.મી.)
🚉 નજીકનું રેલ્‍વે સ્‍ટેશન વેરાવળ ૫ કિ.મી.ના અંતરે
🚎 જુદી જુદી પરિવહન વ્‍યવસ્‍થા ગુજરાતમાં જુદા જુદા સ્‍થળોથી મળી રહે છે.

🎪 ઈતિહાસ  🎪
🎪 સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના અારબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.[૨] ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો.[૩] ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું.[૪][૫]

🎪 પુન:નિર્માણ  🎪
🎪 ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે".(સંદર્ભ આપો) શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

🎪 ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.(સંદર્ભ આપો) સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

🎪 જે પહેલી વખત બનાવવામાં આવેલ મંદિર હતું. જે વિશાળ મેદાનમાં ફેલાયેલું હતું. તેમાં પ્રાર્થના ખંડ, નૃત્‍ય ગૃહો ત્‍યારબાદ બનાવવામાં આવ્‍યા હતાં. મંદિરનું બાંધકામ સોલંકી શૈલીમાં કરવામાં આવ્‍યું હતું.

🎪 મંદિરની ઉંચાઇ ૧૫૫ ફૂટ છે. મંદિરના શિખર કળશનું વજન ૧૦ ટન છે. ધજાની લંબાઇ ૩૭ ફૂટ છે. આ માહીતી મંદિરની ભવ્યતાને ઉજાગર કરે છે. મોઘલચુગમાં મંદિર મોહંમદ ગજનીના આક્રમણનું કેન્‍દ્ર બન્‍યું હતું. વળી, સુલતાન અલાઉદ્દીન અને મોહંમદ બેગડા એ પણ તેના પર આક્રમણ કર્યું હતું. 

🎪ગુજરાતને મરાઠા દ્વારા જીતી લીધા બાદ રાણી અહલ્‍યાબાઇના કહેવાથી મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્‍યું હતું. મંદિર દક્ષિણ દિશામાં આવેલું છે અને તે દિશા-સૂચક પણ છે. 

🎪 મંદિરની નજીક દેહોત્‍સગ (બાલ્‍ક તીર્થ) જ્યાં શ્રીકૃષ્‍ણ ભગવાને પોતાનો દેહોત્સર્ગ કરેલો. તપસ્વીઓ પણ અહીં પધારતાં. હિરણ્ય, સરસ્‍વતી અને કપિલા નદીઓ પાસે આવેલ છે. વળી પ્રભાત પાટણમાં વલ્‍લભાચાર્યની બેઠક આવેલી છે.

ચિત્રો

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.