Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Monday, 1 October 2018

વ્યક્તિ વિશેષ - લાલ બહાદુર શાસ્ત્રી

📝 લાલ બહાદુર શાસ્ત્રી 📝
લાલ બહાદુર શાસ્ત્રી
Lal Bahadur Shastri.JPG
જન્મતિથિ:બીજી ઓક્ટોબર૧૯૦૪
નિધન:
ભારત દેશના ત્રીજા વડા પ્રધાનમંત્રી
જન્મસ્થાન:મુગલસરાયઉત્તર પ્રદેશ
પ્રધાનમંત્રી તેમજત્રીજા વડા પ્રધાનમંત્રી
પદભાર ગ્રહણ:નવમી જૂન ૧૯૬૪
સેવામુક્ત:અગિયારમી મે ૧૯૬૬
(મૃત્યુ પર્યંત)
પૂર્વવર્તી:ગુલઝારી લાલ નંદા
ઉત્તરાધિકારી:ગુલઝારી લાલ નંદા
📝લાલ બહાદુર શાસ્ત્રી ( બીજી ઓક્ટોબર૧૯૦૪ - અગિયારમી જાન્યુઆરી૧૯૬૬), ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાનમંત્રી હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા. એમનો જન્મ મુગલસરાયઉત્તર પ્રદેશ ખાતે થયો હતો.
📝લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૧૯૦૪માં થયા બાદ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે લાલ બહાદુર શ્રીવાસ્તવ નામથી ઉછેર થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા.
📝ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં, જવાહર લાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ૧૯૫૨૧૯૫૭ તેમજ ૧૯૬૨ની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જિતાડવા માટે ખુબ પરિશ્રમ કર્યો હતો.
ભારત દેશના વડા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું એમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સત્તાવીસમી મે૧૯૬૪ના રોજ દેહાવસાન થયા બાદ, શાસ્ત્રીજીએ નવમી જૂન ૧૯૬૪ના રોજ વડા પ્રધાન મંત્રી તરીકે પદ ભાર ગ્રહણ કર્યો હતો.

📝શિક્ષણ:- 
એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહિંયાથી જ એમને "શાસ્ત્રી" તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઇ જે એમના નામ સાથે જીવનપર્યંત જોડાયેલી રહી. એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું.

📝 જીવન દર્શન:- 

એમના પિતા મિર્ઝાપુરના શ્રી શારદા પ્રસાદ અને એમના માતા શ્રીમતી રામદુલારી દેવીના ત્રણ પુત્રોમાંથી તેઓ બીજા હતા. શાસ્ત્રીજીની બે બહેનો પણ હતી. શાસ્ત્રીજીના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. ઈ. સ. ૧૯૨૮માં એમનાં લગ્ન શ્રી ગણેશપ્રસાદની પુત્રી લલિતાદેવી સાથે થયાં અને એમને છ સંતાનો હતાં. 
સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ તે ભારત સેવક સંઘ જોડે જોડાઈ ગયા અને દેશસેવાનું વ્રત લેતા અહીંથી જ પોતાના રાજનૈતિક જીવનની શુરુઆત કરી. શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા. તેઓ આખું જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી. ભારતીય સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં એમની ભાગીદારી રહી, અને જેલોમાં રહેવું પડ્યું જેમાં ૧૯૨૧ની અસહકારની ચળવળ અને ૧૯૪૧નું સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતું. એમના રાજનૈતિક દિગ્દર્શકોમાં શ્રી પુરુષોત્તમદાસ ટંડન, પંડિત ગોવિંદબલ્લભ પંત, જવાહરલાલ નેહરૂ વગેરે મુખ્ય હતા. ૧૯૨૯માં ઇલાહાબાદ આવ્યા પછી તેમણે શ્રી ટંડનજીની સાથે ભારત સેવક સંઘના ઇલાહાબાદ એકમના સચિવના રૂપમાં કામ કર્યું. અહિં તેઓ નેહરૂને મળ્યા. ત્યાર પછી તેમનો હોદો નિરંતર વધતો ગયો. જેમકે નેહરૂ મંત્રિમંડળમાં ગૃહમંત્રીના હોદા પર તેઓ શામિલ થયા. આ પદ પર તેઓ ૧૯૫૧ સુધી રહ્યા.

શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઇમાનદારી માટે આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ ૧૯૬૬માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.