- કસ્તુરબા ગાંધી -
→ મહાત્મા ગાંધીજીનાં પત્ની કસ્તુરબા ગાંધી ( ૧૧ એપ્રિલ ૧૮૬૯ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪), જે ભારતમાં બાના નામથી વિખ્યાત છે. તેમની પાસે અક્ષરજ્ઞાાન ન હોવા છતાં તેમને સાચા ખોટાની જાણ હતી. તેઓ ખોટું ક્યારેય ચલાવતાં નહીં, પછી ભલે ખોટું કાર્ય કરનાર ગાંધીજી પોતે જ કેમ ન હોય! તેઓ મક્કમ મને તેમને પણ સચોટ વાત કહી દેતાં હતાં. તેમનાં ત્યાગ અને બલિદાનના કારણે જ મહાત્મા ગાંધીજી દેશના રાષ્ટ્રપિતા બની શક્યા હતા.
→ તેમના લગ્ન ૧૩ વર્ષની ઉંમરે થયા હતા.
લગ્ન સમયે તેઓ નિરક્ષર હતા, બાદમાં ગાંધીજીએ તેમને લખતા- વાંચતા શીખવ્યું.
→ કસ્તુરબા ગાંધી ગુણોનો ભંડાર હતાં. તેમનામાં ઘણાં એવા ગુણો હતા કે જે ભાગ્યે જ બીજી સ્ત્રીઓમાં જોવા મળે છે. ગાંધીજીએ પોતે પણ એવું કહેલું છે કે જે લોકો મારા અને કસ્તુરબાના સંપર્કમાં આવતા તેઓ હંમેશાં મારી અપેક્ષા કરતાં કસ્તુરબા ઉપર વધારે શ્રદ્ધા રાખતા હતા.
→ કસ્તુરબા ગાંધીનો જન્મ ૧૧ એપ્રિલ, ૧૮૬૯ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો. કસ્તુરબા શિક્ષિત નહોતાં તેમ છતાં તેમનું વ્યક્તિત્વ અને
બૌદ્ધિક જ્ઞાાન અસામાન્ય હતું. કસ્તુરબા ઉંમરમાં ગાંધીજી કરતાં છ મહિના મોટાં હતાં.
→ કસ્તુરબાના પિતા ગોકુલદાસ મકનજી વ્યાપારી હતા. તેઓ મહાત્મા ગાંધીજીના પિતાના ખાસ
મિત્ર હતા. તેમની આ મિત્રતા તેમણે કસ્તુરબા અને ગાંધીજીનાં લગ્ન નક્કી કરીને સંબંધમાં પરિર્વિતત કરી તે સમયે કસ્તુરબાની ઉંમર માત્ર તેર વર્ષની હતી.
→ કસ્તુરબા ગાંધી, મહાત્મા ગાંધીના પહેલા સત્યાગ્રહી દળના સહભાગી હતાં. તેમનો પોતાનો એક આગવો દૃષ્ટિકોણ હતો. સ્વતંત્રતા શું છે અને મહિલાઓને શિક્ષણ આપવું કેટલું જરૃરી છે તે ખૂબ
સારી રીતે તેઓ જાણતાં હતાં. તેમણે મહાત્મા ગાંધીજીના દરેક કાર્યમાં સાથ અને સહકાર આપ્યો હતો. કસ્તુરબા જેવું આત્મબળ જો ગાંધીજી સાથે ન હોત તો ગાંધીજીના અહિંસક પ્રયાસ આટલા અસરકારક ન થઈ શક્યા હોત.
→ કસ્તુરબા ગાંધીનાં લગ્નના થોડા જ સમયમાં ગાંધીજી વધારે અભ્યાસ માટે વિદેશ ગયા હતા. નવપરણીત હોવા છતાં કસ્તુરબાએ ગાંધીજીના કોઈ પણ નિર્ણયનો ક્યારેય વિરોધ કર્યો ન હતો.
→ કસ્તુરબા ગાંધીજીની સાથેસાથેજ રાજકીય ચળવળોમાં જોડાયેલા રહ્યા. તેઓ ૧૮૯૭માં ગાંધીજીની સાથે દક્ષિણ આફ્રિકા ગયા. ૧૯૦૪થી ૧૯૧૪ દરમિયાન તેઓએ ડર્બન નજીક "ફોનિક્સ
આશ્રમ"ની પ્રવૃતિઓમાં સહયોગ આપ્યો.
→ ૧૯૧૩માં દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની દારૂણ
કામકાજી સ્થિતી વિરૂધ્ધ ચાલેલા આંદોલન દરમ્યાન તેઓની ધરપકડ થઈ અને ત્રણ માસની સખત કેદની સજા થઈ. પછીથી, ભારત આવ્યા પછી ઘણી વખત, જ્યારે ગાંધીજીને કેદ કરવામાં આવતા ત્યારે તેમણે તેમનાં સ્થાને નેતૃત્વ કર્યુ.
→ ૧૯૧૫માં જ્યારે ગાંધીજી "ગળીના મજુરો" (ગળી ઉત્પાદન સાથે જોડાયેલા કામદારો, ખેડુતો)ના ટેકામાં આંદોલન કરવા ભારત આવ્યા ત્યારે કસ્તુરબા પણ તેમના સહભાગી બન્યા. તેઓ
કામદારોનાં બાળકો અને સ્ત્રીઓને સ્વચ્છતા, શિસ્ત અને વાંચન-લેખન શિખવતા.
→ કસ્તુરબા બ્રોંકાઈટિસ (chronic bronchitis)નાં દર્દથી પિડાતા હતા. ભારત છોડો આંદોલનની ધરપકડો અને આશ્રમની કઠોરતા જેવી તણાવભરી જીંદગીથી તેઓ બિમારીમાં પટકાયા. જેલવાસ દરમ્યાનજ અતિ નબળાઇ અને ગંભીર હૃદય રોગના હુમલાથી તેમનું ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ અવસાન થયું.
No comments:
Post a Comment