🌺🌼 ભૂતપૂર્વ PM, ‘ભારત રત્ન’ વાજપેયી(93 વર્ષ)નું નિધન 🌺🌼
🙏 દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ પ્રજાસત્તાક ભારતના 10મા વડાપ્રધાન તરીકે અલગ અલગ ત્રણ સમયગાણા માટે પીએમ પદે રહી ચૂક્યા હતા. જેમાં વર્ષ 1996માં 13 દિવસ, વર્ષ 1998-99માં 13 મહિના અને વર્ષ 1999થી 2004 દરમિયાન પૂરા કાર્યકાળ માટે તેઓ સેવા આપી ચૂક્યા છે.અટલ બિહારી વાજપેયી કુલ નવ વખત લોકસભાના સદસ્ય રહી ચૂક્યા છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં ચાર રાજ્યોમાંથી (ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હી) ચૂંટાનારા તેઓ એક્માત્ર સાંસદ હતાં. વર્ષ 1969થી 1972 દરમિયાન અટલ બિહારી વાજપેયી ભારતીય જનસંઘના (હવે ભારતીય જનતા પાર્ટી) પ્રમુખ રહ્યાં હતાં.
અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજમાંથી (હવે લક્ષ્મીબાઇ કોલેજ) હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.
🙏 અટલ બિહારી વાજપેયી કવિસહજ ઋજુહૃદયી એવા રાજકારણી હતા જેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવૃત્ત હોવા છતાં પોતાની સંવેદનશીલતા જાળવી રાખી હતી. એક રાજકારણી ત્યારે જ કવિ બની શકે જ્યારે તેની અંદરનો સહાનુભૂતિવાળો માણસ જાગૃત હોય. ભારતીય રાજનીતીમાં તેમના જેવા સપૂત કદાચ અન્ય કોઈ નથી તે અફસોસની વાત છે પણ આવા વિરલા આપણા દેશને મળ્યા તે ગર્વની વાત છે.
🙏 ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનું નિધન થયું છે. એ 93 વર્ષના હતા. એમણે અહીં AIIMS હોસ્પિટલમાં આજે સાંજે 5.05 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. વાજપેયી બે મહિનાથી પણ વધારે સમયથી હોસ્પિટલમાં કિડનીમાં ચેપ ઉપરાંત યુરિનરી તકલીફ, છાતીમાં કફનો ભરાવો થવા જેવી તકલીફો માટે સારવાર હેઠળ હતા. એઈમ્સ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં વાજપેયીના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા.
🙏 વાજપેયીના પાર્થિવ દેહને આજે સાંજે AIIMS હોસ્પિટલમાંથી એમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે એ આવતીકાલે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર આવતીકાલે દિલ્હીમાં સ્મૃતિ સ્થળ ખાતે કરવામાં આવશે. વાજપેયીના પાર્થિવ શરીરને અંતિમ દર્શન આજે રાતે 9.30 વાગ્યાથી એમના નિવાસસ્થાને રાખવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ભાજપના મુખ્યાલયમાં અંતિમ દર્શન કરી શકાશે. બપોરે 1 વાગ્યાથી અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
🙏 વાજપેયીના માનમાં કેન્દ્ર સરકારે સાત દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📗 ભારતરત્ન રાષ્ટ્રનાયક અટલજીનો જીવન પરિચય 📥 Click Here To Download

No comments:
Post a Comment